બિહાર કોંગ્રેસે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને કાર્યક્રમમાં કેમ ન આપ્યું આમંત્રણ? જાણો વિગત
તેમને જ્યારે પ્રશ્ન પુછાયો હતો કે, બિહારના એઆઈસીસી ઇન્ચાર્જ સેક્રેટરી અલ્પેશ ઠાકોર ઉપસ્થિત રહેશે? તો તેના જવાબમાં કહ્યું હતું કે, અલ્પેશ ઠાકોરને આમંત્રણ મોકલવામાં આવ્યું નથી. મહત્વનું છે કે, જ્યારે કોઈ મોટો કાર્યક્રમ યોજાય ત્યારે પ્રભારી-સહપ્રભારીને આમંત્રણ આપવામાં આવતું હોય છે પરંતુ બિહાર કોંગ્રેસે અલ્પેશને આમંત્રણ જ પાઠવ્યું નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબિહારમાં અપર કાસ્ટ કોંગ્રેસથી અળગી રહી છે એટલે એ મતો અંકે કરવા, અપર કાસ્ટના મતો પોતાની તરફ વાળવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. બિહાર કોંગ્રેસના પ્રમુખ મદન મોહન ઝા અને ત્યાંની કેમ્પેઈન કમિટીના ચેરમેન અખિલેશ પ્રસાદ સિંઘે એવો દાવો કર્યો હતો કે, આ કાર્યક્રમમાં તમામ મોટા નેતાઓ હાજર રહેશે.
આગામી 21મી ઓક્ટોબરે બિહારમાં કોંગ્રેસે બિહારના પ્રથમ મુખ્યમંત્રી ક્રિશ્ના સિંઘના જન્મ દિનની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણી એટલા માટે કરવામાં આવી રહી છે કે, ક્રિશ્ના સિંઘ ભોમિહાર કાસ્ટના હતા, જે અપર કાસ્ટમાં આવે છે.
અલ્પેશ બિહાર કોંગ્રેસના સહપ્રભારી છે તેમ છતાં બિહાર કોંગ્રેસે અલ્પેશથી અંતર રાખ્યું છે. ગુજરાતમાં પરપ્રાંતીઓ પરના હુમલા બાદ અલ્પેશ ઠાકોરનું નામ ઉછળ્યું હતું અને ઉશ્કેરણી માટે ભાજપે અલ્પેશને જવાબદાર ગણાવ્યા હતા. આ ઘટનાક્રમ બાદ અન્ય રાજ્યો અલ્પેશ ઠાકોરથી અંતર રાખવા માંગે છે તેવા સંકેત મળી રહ્યા છે.
ગુજરાતમાં પરપ્રાંતીઓ પરના હુમલા બાદ કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સામે ઉશ્કેરણીના ગંભીર આક્ષેપો થયા હતા. આ ઘટનાક્રમ બાદ બિહાર કોંગ્રેસે હવે અલ્પેશ ઠાકોરનું પત્તું કાપી નાખ્યું છે. બિહાર કોંગ્રેસ દ્વારા અપર કાસ્ટના મતો અંકે કરવા માટે આગામી 21મી ઓક્ટોબરે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અલ્પેશ ઠાકોરને ધરાર આમંત્રણ આપવાનું ટાળ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -