✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કરુણાનિધિની સમાધિ મરીના બીચ પર કરવા પાછળનું આ છે રસપ્રદ કારણ, જાણો વિગતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Aug 2018 12:27 PM (IST)
કરુણાનિધિની સમાધિ મરીના બીચ પર કરવા પાછળનું આ છે રસપ્રદ કારણ, જાણો વિગતે
1

નોંધનીય છે કે, તામિલનાડુ સરકારે ડીએમકે પ્રમુખને મરીના બીચ પર દફનાવવાની માંગ વિરુદ્ધ હાઇકોર્ટમાં અરજી કરી હતી, સરકારે કહ્યું હતું કે, અમે બે એકર જમીન અને રાજકીય સન્માનની સાથે અંતિમ સંસ્કાર કરવાનું વચન આપ્યુ છે.

2

3

ઉપરાંત તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને એઆઇએડીએમકેના પૂર્વ પ્રમુખ જે જયલલિતાને પણ મરિના બીચ પર એઆઇએડીએમકેના સંસ્થાપક અને જયાના મેન્ટર એમજીઆઇરની સમાધિની પાસે દફનાવવામાં આવ્યા હતા. 5 ડિસેમ્બર 2016 ના રોજ જયલલિતાનુ મૃત્યુ થયુ હતું તે સમયે તે તામિલનાડુના મુખ્યમંત્રી હતા.

4

મરીના બીચ પર બીજી સમાધિ એમજીઆર મેમોરિયલ છે. આ સમાધિ તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ જી રામચંદ્રનની છે. રાજનીતિમાં આવ્યા પહેલા તામિલ ફિલ્મોમાં લોકપ્રિય અભિનેતા હતા. તે 1953 સુધી કોંગ્રેસ પાર્ટીમાં હતા પણ બાદમાં તેમને સીએન અન્નાદૂરાઇની પાર્ટી ડીએમકે જોઇન કરી લીધી હતી. એમજીઆરનુ મૃત્યુ તામિલનાડુના સીએમ હતા ત્યારે 24 ડિસેમ્બર, 1987ના રોજ થયુ હતું.

5

તામિલનાડુંના મરીના બીચ પર દફન થવા વાળામાં સૌથી પહેલા નેતા સીએને અન્નાદૂરઇ હતાં, કાન્જીવરમ નટરાજન અન્નાદુરાઇનું મોત 3 ફેબ્રુઆરી, 1969એ થયું હતું, પોતાના મોતના સમયે તે અન્નાદુરાઇના સીએમ હતાં. સી એન અન્નાદુરાઇ તામિલનાડુના લોકપ્રિય નેતા હતા, ભારતના પ્રથમ બિનકોંગ્રેસી મુખ્યમંત્રી તથા 'દ્રવિડ મુન્નેત્ર કડગમ' (ડીએમકે) પાર્ટીના સંસ્થાપક હતા. સાથે જ તે DMK પ્રમુખ એમ કરુણાનિધિના રાજકીય ગુરુ પણ હતા.

6

ઉલ્લેખનીય છે કે, ચેન્નાઇના પ્રખ્યાત મરીના બીચ પર હાલમાં તામિલનાડુંના ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓની સમાધિ છે, એટલે ડીએમકે પણ ઇચ્છતી હતી કે કરુણાનિધિની સમાધિ પણ ત્યાંજ બને.

7

ચેન્નાઇઃ કરુણાનિધિના નિધન બાદ તેમને દફનાવવાને લઇને વિવાદ થઇ ગયો હતો, કરુણાનિધિની પાર્ટી અને તેમના સમર્થકોએ માંગ કરી હતી કે, તેમને ચેન્નાઇને પ્રખ્યાત મરીના બીચ પરજ દફનાવવામાં આવે અને તેમનું સમાધિસ્થળ પણ બને. પણ તામિલનાડુ સરકારે આમ કરવાની ના પાડી દીધી હતી અને પરવાનગી ન હોતી આપી. આને લઇને આજે મદ્રાસ હાઇકોર્ટમાં સુનાવણી થઇ. અંતે મદ્રાસ હાઇકોર્ટે મરીના બીચ પરજ કરુણાનિધિના અંતિમ સંસ્કારની મંજૂરી આપી દીધી હતી.

  • હોમ
  • India-news
  • દેશ
  • કરુણાનિધિની સમાધિ મરીના બીચ પર કરવા પાછળનું આ છે રસપ્રદ કારણ, જાણો વિગતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.