પત્નીએ પ્રેમી સાથે મળીને પતિને મોતને ઘાટ ઉતાર્યા બાદ ઘરમાં જ દફનાવી દીધો, આ રીતે ફૂટ્યો ભાંડો
આ દરમિયાન રીતાએ અનિરુદ્ધના પગ દબાવી રાખ્યાં, જ્યારે વિશ્વાસ થઈ ગયો કે તેનો પતિ મરી ગયો છે ત્યારે પકડ ઢીલી કરી. જે બાદમાં ઘમાં જ ખાડો ખોદીને દાટી દીધો અને તેના ઉપર ગાર (છાણથી લિંપણ) કરી દીધી. સવારે રીચા ગામમાં ફરીને કહેવા લાગી કે રાતે અનિરુદ્ધે ખૂબ મારી અને મારા સોનાના ઘરેણા લઈ ચંદીગઢ જતો રહ્યો છે. પોલીસે ત્રણેય આરોપીઓને પકડીને જેલમાં મોકલી દીધા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસે તપાસ શરૂ કરી ત્યારે તેમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો. અનિરુદ્ધની પત્ની રીતાને ગામના જ અજય નામના વ્યક્તિ સાથે અનૈતિક સંબંધ હતા. ઘટનાના એક મહિના પહેલા મૃતક અનિરુદ્ધે પત્ની રીતા તથા અજયને ઘરમાં કઢંગી હાલતમાં પકડી લીધા હતા. જે બાદ અનિરુદ્ધ તથા અજયમાં ઝઘડો થયો હતો. અનિરુદ્ધ તેની પત્ની રીતાને પણ ફટકારતો હતો.
બારાબંકીઃ ઉત્તરપ્રદેશના બારાબંકીમાં 4 બાળકોની માતાએ તેના પ્રમી સાથે લગ્નેત્તર સંબંધ જાળવી રાખવા માટે પોતાના જ પતિની હત્યા કરાવીને લાશને ઘરમાં જ દફનાવી ફરાર થઈ ગઈ હતી. આશરે 8 મહિના સુધી પતિની લાશ ઘરમાં જ દફનાવેલી રહી. ચાર દિવસ પહેલા મોટો દીકરો તેની નાનીના ઘરેથી અનાજ લેવા આવ્યો ત્યારે સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો. પોલીસે આ મામલે પત્ની સહિત 2ની ધરપકડ કરી છે.
બારાબંકીના પોલીસ સ્ટેશન રામનગરના અમોલી કીરતપુર ગામનો રહેવાસી અનિરુદ્ધ ગોસ્વામી છેલ્લા 8 મહિનાથી અચાનક ગાયબ થઈ ગયો હતો. તેની પત્ની રીતા દેવી તથા પરિવારના અન્ય લોકોએ આ સંદર્ભે પોલીસ સ્ટેશનમાં કોઈ સૂચના આપી નહોતી.
ઘટના બાદ નારાજ રીતા અને અજયે અનિરુદ્ધનું કાસળ કાઢવાનો પ્લાન કર્યો. જાન્યુઆરી મહિનામાં ગામમાં રામલીલાનું નાટક ચાલતું હતું. ઘટનાની રાતે મોટી દીકરી તથા નાનો દીકરો નાટક જોવા ગયા હતા. મધરાતે રીતાએ અજયને ફોન કરી બોલાવ્યો અને કહ્યું કે આખું ગામ તથા પડોશી નાટક જોવા ગયા છે. આ સારો મોકો છે. જે બાદ અજય તેના કાકા તેજ પ્રતાપ સાથે ઘરે આવ્યો અને નિંદ્રાધીન અનિરુદ્ધના ગાળામાં પ્લાસ્ટિકની દોરી નાંખીને મારી દીધો.
મૃતકનો 18 વર્ષીય મોટો પુત્ર સોનુ અને તેની એક બહેન બાળપણથી મોસાળમાં રહે છે. 29 જુલાઈના રોજ અનિરુદ્ધનો મોટ દીકરો સોનુ રાશન અને અનાજ લેવા મોસાળથી ઘરે આવ્યો હતો. જ્યારે તેણે રૂમનો દરવાજો ખોલ્યો ત્યારે અંદરથી દુર્ગંધ આવતી હતી. જે બાદ તેણે પોલીસને જાણ કરી. ગામલોકોની હાજરીમાં પોલીસે રૂમની અંદર ખોદકામ કરતાં અનિરુદ્ધનો કોહવાઇ ગયેલો મૃતદેહ મળ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -