લોકો માટે વધુ ખરાબ સમાચાર, ક્યા મહિનાથી બંધ થઈ શકે છે નવી 2000 રૂપિયાની નવી નોટ એ જાણો
જયારે તેઓના પૈસા સફેદ થઇ જાય તો ત્યારે રૂ.ર૦૦૦ની નોટ ઉપર પ્રતિબંધ ફરમાવીને તેઓને વધુ એક ઝાટકો આપી શકાય તેમ છે કે જેથી રાહતનો શ્વાસ લીધા પહેલા તેઓ ફરી એક વખત કાળા નાણાને ઠેકાણે પાડવામાં લાગી જાય.
જો કે રિઝર્વ બેંકે ફકત ર૦૦૦ની નોટ જ વધુ મોકલી છે અને પ૦૦ રૂ.ની નોટને સુનિયોજીત રીતે સિમિત માત્રામાં જાહેર કરવામાં આવી રહી છે. અર્થશાસ્ત્રીઓએ વડાપ્રધાનને સલાહ આપી છે કે , મોટા મૂલ્યની નોટને બંધ કર્યા બાદ કાળા નાણાના જમાખોરો પ્રતિબંધ નોટને ઉચ્ચ મૂલ્યવર્ગની નોટમાં બદલી સફેદ કરવાનો પ્રયાસ કરશે.
એક રિપોર્ટ પ્રમાણે, સરકારે બજારમાં ર૦૦૦ રૂપિયાની નોટ ઉતારી છે જેનો હેતુ સંગઠિત રીતે કાળા નાણાને સફેદમાં ફેરવનારાને પકડી શકાય તે માટેનો છે. કેટલાક નિષ્ણાંતોના મતે 500 રૂપિયાની નોટને જાણી જોઇને વિલંબથી બજારમાં ઉતારવામાં આવી રહી છે.
નવી દિલ્લીઃ હાલમાં સમગ્ર દેશ ચલણી નોટોની અછતનો સામનો કરી રહ્યો છે ત્યારે લોકોની મુશ્કેલીઓમાં વધારો થાય તેવા એક રિપોર્ટ વહેતા થયા છે. કેન્દ્ર સરકાર આગામી વર્ષે જૂનમાં તાજેતરમાં જ બહાર પાડવામાં આવેલી 2000 રૂપિયાની ચલણી નોટ પર પ્રતિબંધ મુકે તેવી સંભાવના છે.