ALERT: 1 જુલાઈથી આધાર કાર્ડ વગર નહીં થઈ શકે આ સરકારી કામ!
સરકારી દુકાનો પર રાશન કાર્ડ દ્વારા મળતી વસ્તુ માટે પણ આધાર નંબર લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો તમારી પાસે આધાર કાર્ડ નહી ંહોય તો 30 જૂન પહેલા તે બનાવડાવી લો અને તમારા રાશન કાર્ડ સાથે લિંક કરાવી દો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઘરમાં ઉપયોગમાં લેવાતા રાંધણગેસ કનેક્શન માટે પણ સરકારે આધાર નંબર લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. સરકાર પહેલેથી જ ગેસ સિલિન્ડર પર મળતી સબસિડી માટે આધાર નંબર લાગુ કરવાનો નિર્ણય કરી ચૂકી છે.
રેલવેમાં ટિકિટની છેતરપિંડી રોકવા માટે કેન્દ્ર સરકાર પહેલેથી જ આધાર નંબરને ફરજિયાત કરવાનો નિર્ણય કરી ચૂક્યું છે. તમારે હવેથી ટિકિટ બુક કરાવવા માટે આધાર નંબર આપવો જરૂરી હશે.
તમને જણાવીએ કે, 1 જુલાઈ 2017થી પાન કાર્ડ બનાવવા માટે પણ આધાર કાર્ડ પણ જરૂરી કરવામાં આવ્યો છે. જો તમારી પાસે આધાર નંબર નહીં હોય તો તમે 1 જુલાઈ બાદ પાન કાર્ડ નહીં બનાવડાવી શકો.
કેન્દ્ર સરકાર તરફથી 1 જુલાઈ બાદ પાસપોર્ટ બનાવવા માટે 12 ડિજિટનો આધાર કાર્ડ નંબર ફરજિયા કરવામાં આવ્યો છે. આધાર નંબર નંબરને પાસપોર્ટ માટે જરૂરી ડોક્યૂમેન્ટમાં સામેલ કરવામાં આવ્યો છે.
આધાર કાર્ડને સરકારી યોજનાઓમાં ફરજિયાત કરવાની વિરૂદ્ધ ઝડપી સુનાવણી કરવાની સુપ્રીમ કોર્ટે ના પાડી દીધી છે. પરંતુ તમને જણાવીએ કે, કેન્દ્ર સરકારની અનેક યોજનાઓનો લાભ લેવા માટે આધારને ફરજિયાત કરવામાં આવ્યું છે. આજે અમે તમને આ યોજનાઓ વિશે જણાવી રહ્યા છીએ જ્યાં 1 જુલાઈ 2017થી આધાર કાર્ડ ફરજિયાત હશે. આગળની સ્લાઈડ્સમાં વાંચો...
- - - - - - - - - Advertisement - - - - - - - - -