અયોધ્યામાં ગુજરાતી યુવતી પર થયો બળાત્કાર, જાણો કોણે બનાવી હવસનો શિકાર
આ મામલે આરોપી ડ્રાઈવર જિગ્નેશ પોતે કોઈ ગુન્હો નથી કર્યો તેવું બતાવી રહ્યો છે. જોકે પોલીસ આ ઘટના અંગે તપાસ કરી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહિલાએ પોતાની સાથે બળાત્કારની ફરિયાદ પોલીસને કરી તો તરત જ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. આરોપી બસ ચાલક જિગ્નેશ બળાત્કાર ગુજાર્યા બાદ ફરાર થવાની કોશિશ કરી રહ્યો હતો જોકે તે પહેલા તો પોલીસે તેને દબોચી લીધો હતો.
આ મામલામાં પોલીસનું કહેવું છે કે મહિલા જમવા બનાવવાનું કામ કરતી હતી. રવિવારે રાત્રે ડ્રાઈવર પણ આ ધર્મશાળામાં જ રોકાયો હતો જ્યાં મુસાફરો અને આ મહિલા રોકાઈ હતી.
સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતથી આવેલ બધાં મુસાફરો આ ધર્મશાળામાં રોકાયા હતા. રવિવારે રાત્રે પાણી માંગવાના બહાને બસનો ડ્રાઈવર જિગ્નેશે મહિલાને પોતાની રૂમમાં બોલાવી હતી અને પછી તેણે મહિલાના શરીર પર હાથ ભેરવીને બળાત્કાર ગુજાર્યો હતો. પીડિત મહિલાએ ઘટના બાદ બસ ચાલક જિગ્નેશની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી.
આ મહિલા પણ મુસાફરોની સાથે જ આવી હતી. આ મહિલા મુસાફરો માટે જમવા બનાવવાનું કામ કરતી હતી. પીડિત મહિલાની સાથે રેપનો આરોપ બસના ડ્રાઈવર પર જ લગાવવામાં આવ્યો છે. ડ્રાઈવરનું નામ જિગ્નેશ હોવાનું જાણવા મળ્યું છે.
અયોધ્યા: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં એક ગુજરાતી મહિલા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. આ મહિલા ગુજરાતથી અહીં આવી હતી. જોકે ગુજરાતમાંથી ઘણાં બધાં મુસાફરો એક બસ લઈને અયોધ્યામાં રામલલાના દર્શન કરવા માટે આવ્યા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -