કાશીપુર: યુવતી સાથે 20 નરાધમોએ કર્યો ગેંગરેપ, રેકોર્ડ કરી બનાવ્યો MMS
શનિવારે સાંજે જ્યારે યુવતી કોઈ કામે બહાર જઈ રહી હતી ત્યારે એક સુમસામ રસ્તા પર કેટલાક યુવકોએ તેને ઉપાડીને એવી જગ્યાએ લઈ ગયા જ્યાં તેને કોઈ સાંભળી ન શકે. જ્યાં એક ઓરડીમાં તેની પર 20 નરાધમોએ હેવાનિયતની તમામ હદો પાર કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકાશીપુરા: ઉત્તરાખંડના કાશીપુરનો અત્યંત ઘૃણાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. કાશીપુરમાં એક યુવતી પર 20 લોકોએ ગેંગરેપ કર્યો છે.
પીડિતા આ ઘટનાથી એટલી ડરી ગઈ છે કે કંઈ જ બોલી શકી નથી. આ બાદ પોલીસ હરકતમાં આવતા બે યુવકોને પકડીને પૂછપરછ શરૂ કરી દીધી છે. પીડિતાના પરિવારે પોલીસને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે કે દરેક આરોપીને પકડવામાં આવે નહિતો તેઓ વિરોધ પ્રદર્શન કરશે. પોલીસે તેમને વિશ્વાસ આપ્યો છે કે આ અંગે આરોપીઓ સાથે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
લગભગ પાંચ અલગ-અલગ કેમેરામાં આ દુષ્કૃત્યને રેકોર્ડ કર્યુ હતું. આ વીડિયો કોઈએ વાઈરલ કરતા આ ઘટના સામે આવી હતી. અને પીડિત પક્ષના લોકોએ પોલીસ ચોકીએ જઈને હોબાળો કર્યો હતો અને આરોપીઓની ધરપકડ કરવા માગ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -