ભાઈ સાથે ઝઘડો કરી ઘરેથી ભાગેલી મહિલાએ ટ્રકવાળા પાસે લીધી લિફ્ટ, પછી થયું આવું…….
એમજીએચ ઇમરજન્સીમાં તેના દાખલ થવાની સૂચના પહેલા મહામંદિર અને પછી મંડોર પોલીસને આપવામાં આવી. બંને પોલીસ સ્ટેશનમાંથી પોલીસ એમજીએચ પહોંચી, પરંતુ કોઇ કાર્યવાહી થઈ નહીં. બપોર પછી મંડોર પોલીસે તપાસ કરીને પીડિતાનું મેડિકલ કરાવ્યું. પ્રારંભિક તપાસમાં રેપની પુષ્ટિ થઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડ્રાઈવર તેને સૂમસામ વિસ્તારમાં લઈ ગયો, ત્રણ અન્ય લોકો સાથે મળીને તેની સાથે જબરદસ્તી કરી અને પછી તેને ત્યાં જ પડતી મૂકીને ત્રણેય ફરાર થઈ ગયા. ગુરૂવારે વહેલી સવારે તેને નિર્વસ્ત્ર હાલતમાં પડેલી જોઈને લોકોએ 108 એમ્બ્યુલન્સને સૂચના આપીને તેને હોસ્પિટલ પહોંચાડી.
જોધપુર: ઝારખંડના બોકારોની એક મહિલા લગ્ન પછી કાનપુરમાં પતિ સાથે રહેતી હતી. પતિ સાથે ઝઘડો થયા પછી પિયરવાળાઓ તેને દિલ્હી લઈ આવ્યા. પિયરમાં ભાઈ સાથે ઝઘડો થયો તો તે ત્યાંથી પણ ભાગી ગઈ અને રેલવે સ્ટેશન પહોંચી અને જોધપુર જતી એક ટ્રેનમાં ચડી ગઈ. અહીંયા કોઇ સ્ટેશન પર ઉતર્યા પછી તેણે ટ્રકવાળાઓ પાસે લિફ્ટ લીધી.
શુક્રવારે મોડી રાતે પીડિતાના નિવેદનના આધારે મંડોર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. એડીસીપી (ઈસ્ટ) અનંતકુમારે જણાવ્યું કે ગુરૂવારે એક મહિલાના નિર્વસ્ત્ર મળવા અને એમજીએચમાં દાખલ થઈ હોવાની સૂચના મળી હતી. મંડોર પોલીસ સ્ટેશન અધિકારી આનંદકુમારને એમજીએચ મોકલ્યા હતા. પૂછપરછમાં મહિલાએ જબરદસ્તીની કોઈ વાત કરી નથી, પરંતુ પરિસ્થિતિ શંકાસ્પદ હોવા પર પોલીસ સ્ટેશન અધિકારીએ મેડિકલ કરવા માટે જણાવ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -