પુર અને વરસાદથી કેરાલા બેહાલ, 187 લોકોએ જીવ ગુમાવ્યા, અન્ય 7 રાજ્યોમાં 587 લોકોના મોત
કેરાલાના ઇડુક્કી જિલ્લાના કીરિથોડુમાં ભારે લેન્ડસ્લાઇડની ઘટના બની જેમાં બે લોકોના મોત થઇ ગયા હતાં. હજારો લોકો બેઘર થઇ ગયા છે જેને રાહત કેમ્પોમાં રાખવામાં આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેરાલાના સીએમ પિનરાઇ વિજયને કહ્યું કે રાજ્યમાં આવી પુરની સ્થિતિ ક્યારેય પણ નથી બની. અનેક લોકો લાપતા થયા હોવાના પણ સમાચાર છે.
કેરાલામાં આવી પુરની સ્થિતિ ક્યારે પણ નથી બની, ઇડુક્કીના કરીમબન બ્રિઝની આસપાસના વિસ્તારોના તમામ ઘરો વરસાદમાં ધોવાઇ ગયા છે અને હજુ પણ કેટલાય ઘરો પાણીમાં ડુબેલા છે. અહીંની પેરિયાર નદી પણ ભયજનક સપાટી વટાવી ચૂકી છે, જેના કારણે પુરની સ્થિતિ વધુ વિકટ બની છે.
નવી દિલ્હીઃ કેરાલા સહિત દેશભરમાં વરસાદે કેર મચાવી દીધો છે, ભારે વરસાદ અને પુરે મચાવેલી તબાહીથી કેરાલામાં 187 લોકોના મોત થઇ ચૂક્યા છે, જ્યારે આખા દેશની વાત કરીએ તો સાત રાજ્યોમાં કુલ 587 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -