અડવાણીની નજીકના સુધીન્દ્ર કુલકર્ણીએ કહ્યું મોદી 'નિષ્ફળ', 'રાહુલને જોવા માંગુ છું PM
તેમણે કહ્યું, આજે હું વિશ્વાસ સાથે કહું છું કે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દેશના આગામી પ્રધાનમંત્રી બનશે અને તેમણે બનવું પણ જોઈએ. એક નવા નેતાનો ઉદય થયો છે. ભારતને આવા નેતાની જરૂર છે. સુધીન્દ્ર કુલકર્ણી આશરે 13 વર્ષ સુધી ભાજપ સાથે જોડાયેલા રહ્યા. તેમણે 2019ની લોકસભા ચૂંટણીમાં અડવાણી સાથે કામ કર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્લી: ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા એલ.કે અડવાણીનાં સહયોગી સુધીન્દ્ર કુલણર્ણીએ કહ્યુ કે, ભારતને એવા નેતાની જરૂર છે કે, જે કાશ્મીર જેવા મોટાં પ્રશ્નોનું નિરાકરણ લાવી શકે અને એટલા માટે જ રાહુલ ગાંધીને તેઓ ભવિષ્યનાં પ્રધાનમંત્રી જોવા ઇચ્છે છે. પાકિસ્તાન અને ચીન સાથે ભારતના સંબધો અને પ્રશ્નો વિશે વાત કરતા કુલકર્ણીએ કહ્યુ કે,નરેન્દ્ર મોદી આ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ નિવડ્યાં છે. મુંબઇમાં એક પેનલ ચર્ચામાં સુધીન્દ્ર કુલકર્ણીએ રાહુલ ગાંધીનાં વખાણ કર્યા અને કહ્યુ કે, રાહુલ ગાંધી સારા હ્રદયનાં નેતા છે.
આ પહેલા ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન સાથે જોડાયેલા કુલકર્ણીએ રાહુલના કૉંગ્રેસ અધ્યક્ષ બનવા પર વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે રાહુલ એક દિવસ જરૂર પ્રધાનમંત્રી બનશે.
આજે 48મો જન્મદિવસ ઉજવી રહેલા કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાને પ્રધાનમંત્રીના દાવેદાર બતાવી ચુક્યા છે. પરંતુ વિપક્ષી દળોએ નક્કી કર્યું છે કે પ્રધાનમંત્રી પદ પર નિર્ણય લોકસભા ચૂંટણી બાદ થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -