કયા દિગ્ગજ ઉદ્યોગપતિના મોતના ખોટા સમાચાર થયા વાયરલ, જાણો વિગતે
હાલમાં એમડીએચ મસાલા જગવિખ્યાત બની ચૂક્યા છે. દેશભરમાં એમડીએચની 15 ફેક્ટરી છે અને આખો પરિવાર આ કામમાં જોડાયેલો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોંધનીય છે કે, એમડીએચના માલિક ધર્મપાલ ગુલાટીનો જન્મ 1922માં પાકિસ્તાનના સિયાલકોટમાં થયો હતો, ભાગલા દરમિયાન તેમનો પરિવાર દિલ્હી આવી ગયો હતો. તેમને અહીં મસાલાનું કામ શરૂ કર્યું અને બાદમાં એમડીએચ જેવી મોટી કંપની ઉભી કરી દીધી હતી.
નવી દિલ્હીઃ હાલમાં સોશ્યલ મીડિયા પર એક સમાચાર વાયરલ થયા હતાં જેમાં દિગ્ગજ ઉદ્યોગપતિ ધર્મપાલ ગુલાટીના નિધનની વાત કરવામાં આવી રહી છે. ખરેખરમાં એમડીએચ (MDH)ના માલિક મહાશય ધર્મપાલ ગુલાટીના નિધનની આ ખોટી અફવા ફેલાઇ છે, તેઓ એકદમ સ્વસ્થ છે.
એમડીએચના માલિકના મોતના સમાચાર સોશ્યલ મીડિયા પર બહુ જલ્દી વાયરલ થઇ ગયા હતા, પણ હાલમાં તેમના પરિવાર તરફથી એક વીડિયો રજૂ કરવામાં આવ્યો છે, જેમાં તે એકદમ સ્વસ્થ હોવાની વાત કહી છે. ઉલ્લેખનીય છે કે ખોટા રીતે ફોટા સાથેની અફવા ઉડાવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -