સૌથી ઓછા સમય સુધી CM રહેનારા બીજા નેતા બન્યા યેદુરપ્પા, જાણો કોણ છે ટોચ પર
નવી દિલ્હીઃ બીએસ યેદુરપ્પા ભલે કર્ણાટકના મુખ્યમંત્રી બન્યા બાદ માત્ર 55 કલાક સુધી જ હોદ્દા પર રહ્યા હોય પરંતુ આ દરમિયાન તેમણે એક રેકોર્ડ પણ બનાવી દીધો. તેઓ જગદંબિકાપાલ પાલ પછી સૌથી ઓછા દિવસો સુધી સીએમ રહેનારા બીજા નેતા બની ગયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેરળના સીએચ મોહમ્મદ પણ સત્તાનો સ્વાદ વધારે દિવસો સુધી ચાખી શક્યા નહોતા. 12 ઓક્ટોબરથી માત્ર 45 દિવસ સીએમ રહીને 1 ડિસેમ્બર સુધી સત્તાથી હટી ગયા હતા.
સતીષ પ્રસાદ સિંહ બાદ સીએમ તરીકે બી પી મંડલ આવ્યા. તેમનો કાર્યકાળ પણ લાંબો ન ટક્યો અને 1 ફેબ્રુઆરીથી 2 માર્ચ, 1968 સુધી માત્ર 31 દિવસ સીએમ બન્યા.
મેઘાલયના નેતા એસ સી મારક પણ માત્ર 6 દિવસ એટલે કે 27 ફેબ્રુઆરી 1998થી 3 માર્ચ 1998 સુધી સીએમ રહ્યા હતા.
24 ડિસેમ્બર, 1987ના રોજ તમિલનાડુના મુખ્યમંત્રી એમજી રામચંદ્રનનું નિધન થયું ત્યારે તેમના ઉત્તરાધિકારી કોણ બને તે નક્કી નહોતું. પાર્ટીના ધારાસભ્યોના એક જૂથે તેમની પત્નીના પક્ષમાં રાજ્યપાલને સમર્થન પત્ર મોકલ્યું, જ્યારે બીજો પક્ષ જયલલિતાની પડખે હતો. રાજ્યપાલ એસએલ ખુરાનાએ 7 જાન્યુઆરીના રોજ જાનકી રામચંદ્રનને સીએમ પદના શફથ લેવડાવ્યા પરંતુ ગૃહમાં સાબિત ન કરી શક્યા. 28 જાન્યુઆરીએ તેમણે પદ છોડવું પડ્યું અને 24 દિવસ માટે જ સીએમ બની શક્યા.
2 માર્ચ, 2005ના રોજ ઝારખંડના રાજ્યપાલે ઝારખંડ મુક્તિ મોર્ચા પ્રમુખ શિબુ સોરેનને અલ્પમત હોવા છતાં સરકાર બનાવવાનું આમંત્રણ આપી સીએમ પદના શપથ લેવડાવ્યા હતા. પરંતુ 12 માર્ચ, 2005ના રોજ કેન્દ્ર સરકારે હસ્તક્ષેપ કરીને શિબૂ સોરેનને મુખ્યમંત્રી પદેથી રાજીનામું લેવડાવ્યું હતું.
બિહારમાં 1968માં 28 જાન્યુઆરીના રોજ સતીશ પ્રસાદ સિંહ સીએમ બન્યા હતા. પરંતુ પાંચ દિવસ બાદ એટલે કે 1 ફેબ્રુઆરીના રોજ રાજીનામું સોંપવું પડ્યું હતું. બિહાર માટે મુખ્યમંત્રી પર બેસનારા પછાત જાતિના પ્રથમ નેતા હતા.
સૌથી ઓછા દિવસો સુધી સીએમ બનવાનો રેકોર્ડ યુપીના નેતા જગદંબિકા પાલનો છે. 21 ફેબ્રુઆરી 1998ના રોજ રાજ્યપાલ ભંડારીએ કલ્યાણ સિંહની સરકારને હટાવીને સીએમ માટે જગદંબિકા પાલને શપથ અપાવ્યા હતા. બીજા દિવસે ગવર્નરના ફેંસલાને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો. જે બાદ જગદંબિકાપાલ બહુમત સાબિત ન કરી શક્યા અને ખુર્શી છોડવી પડી. આ કારણે તેમને ‘વન ડે વંડર ઓફ ઈન્ડિયન પોલિટિક્સ’ કહેવાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -