કર્ણાટકમાં યેદિયુરપ્પાએ લીધા CM પદના શપથ, હવે બહુમતી સાબિત કરવાનો છે પડકાર
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુપ્રીમ કોર્ટે (SC) કોંગ્રેસ-જેડીએસની અરજી પર કર્ણાટક સરકાર અને યેદિયુરપ્પાને નોટિસ મોકલી છે. SC હવે શુક્રવારે (કાલે) સવારે સાડા દસ વાગે ફરી એકવાર મામલે સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટે બીજેપી દ્વારા રાજ્યપાલને મોકલેનો લેટર તેની સમક્ષ રજૂ કરવા આદેશ કર્યો છે.
યેદિયુરપ્પાએ શપથ તો લઇ લીધા છે અને જો બહુમતી મેળવવામાં સફળ રહેશે તો સત્તાની આશા સેવી રહેલી કોંગ્રેસ અને જેડીએસને વિપક્ષમાં બેસવું પડશે. કોંગ્રેસ-જેડીએસની સામે પોતાના ધારાસભ્યોને તુટતા રોકવાના છે. આ માટે બન્ને પક્ષોએ ધારાસબ્યોને બેગ્લુંરુ રિસોર્ટમાં રાખ્યા છે. જેથી બીજેપી નેતાઓના સંપર્કમાં ના આવી જાય .
બીજેપી રાજ્યમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં 104 બેઠકો મેળવીને સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. ચૂંટણી બાદ કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનના 115 (કોંગ્રેસના 78 અને જેડીએસના 37) ધારાસભ્યો છે. વળી બીએસપી, કર્ણાટક જનતા પાર્ટી અને અપક્ષની પાસે એક એક ધારાસભ્ય છે.
યેદિયુરપ્પાના શપથ ગ્રહણ સમારોહના ઠીક પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બીજેપીને આડેહાથે લીધી. રાહુલે ટ્વીટ કરીને કહ્યું કે, બહુમતીની સંખ્યા ના હોવા છતાં કર્ણાટકમાં સરકાર બનાવવાની જીદ અતાર્કિક છે. આ બંધારણની મજાક ઉડાવવા જેવું છે. આજે સવારે બીજેપી પોતાની ખોખલી જીતનો જશ્ન મનાવશે. ભારત લોકતંત્રની હારનો માતમ મનાવશે.
કોર્ટે બીએસ યેદિયુરપ્પાને કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા પર રોક લગાવવા પર ના પાડી દીધી. કોંગ્રેસની દલીલ હતી કે રાજ્યપાલનો નિર્ણય અવ્યવહારિક છે. કોંગ્રેસનું કહેવું હતું કે જ્યારે કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન પાસે બહુમતી છે, તો રાજ્યપાલે તેમને સરકાર બનાવવાનું આમંત્રણ આપવું જોઇએ.
બેગ્લુંરુઃ છેવટે કર્ણાટકને આજે નવા મુખ્યમંત્રી મળી ગયા, રાજકીય અને અદાલતી લડાઇ બાદ ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના બીએસ યેદિયુરપ્પાને રાજ્યના રાજ્યપાલ વજુભાઇ વાળાએ બેગ્લુંરુ સ્થિત રાજભવનમાં સીએમ પદના શપથ લેવડાવ્યા. હવે યેદિયુરપ્પાની સામે ફ્લૉર ટેસ્ટનો પડકાર છે. આ માટે રાજ્યપાલે 15 દિવસનો સમય આપ્યો છે. આ પહેલા ઐતિહાસિક ઘટનાક્રમ અંતર્ગત સુપ્રીમ કોર્ટે મોડી રાત્રે કેટલાક કલાકો સુધી કોંગ્રેસ અને જેડીએસની અરજી પર સુનાવણી કરી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -