‘…..તો શાહરૂખ રસ્તા પર આવી જશે’, યોગી આદિત્યનાથે શાહરૂખને આતંકી હફીઝ સઈદ સાથે સરખાવી કેમ કરેલું આ નિવેદન? જાણો
યોગી આદિત્યનાથના આ નિવેદનને ભાજપે તેમનું અંગત નિવેદન ગણાવ્યું હતું અને પોતાને તેની સાથે કંઈ લેવાદેવા નહીં હોવાનું કહ્યું હતું. આદિત્યનાથ માફી માગે તેવી માગણી પણ કરાઈ હતી પણ યોગી આદિત્યનાથે માફી માગવાનો ઈન્કાર કરી દીધો હતો.
નવી દિલ્લીઃ ભાજપે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે જેમની પસંદગી કરી છે તે યોગી આદિત્યનાથ તેમનાં વિવાદાસ્પદ અને આક્રમક નિવેદનો માટે જાણીતા છે. યોગી આદિત્યનાથ આક્રમક હિન્દુત્વના સમર્થક છે અને તેના કારણે તે કોઈને છોડતા નથી. સુપરસ્ટાર શાહરૂખ ખાન પણ તેમની ઝપટે ચડી ચૂક્યો છે.
શાહરૂખ સહિતના જે લોકો અસહિષ્ણુતાની ને એવી વાતો બોલી રહ્યાં છે એ લોકો આતંકવાદની ભાષા બોલી રહ્યાં છે. યોગી આદિત્યનાથે એમ પણ કહ્યું કે શાહરૂખ અને હાફિઝ સઈદ એક સરખા છે કેમ કે બંને આતંકવાદની ભાષા બોલી રહ્યા છે.
વિજયવર્ગીયની વાતમાં સાધ્વી પ્રાચીએ પણ સૂર પુરાવ્યો હતો. તેમણે શાહરૂખને પાકિસ્તાની એજન્ટ ગણાવ્યો હતો. એ પછી યોગી આદિત્યનાથ એવું નિવેદન કર્યું હતું કે, શાહરૂખે યાદ રાખવું જોઈએ કે જો હિંદુઓ તેની ફિલ્મ નહીં જુએ તો શાહરૂખ અન્ય મુસ્લિમોની જેમ રસ્તા પર આવી જશે.
બે વર્ષ પહેલાં શાહરૂખખાને દેશમાં અસહિષ્ણુતા વધી છે તેવું નિવેદન આપ્યું તેના કારણે ભાજપના નેતાઓ ઉકળી ઉઠ્યા હતા અને સામસામી આક્ષેપબાજી શરૂ થઈ ગઈ હતી. આ સામસામી આક્ષેપબાજીમાં ભાજપના મહામંત્રી કૈલાશ વિજયવર્ગીયે એવું નિવેદન કર્યું હતું કે કે શાહરૂખ ખાન દેશદ્રોહી છે.
વિજયવર્ગીયે કહેલું કે, શાહરૂખ ભલે ભારતમાં રહે છે પણ તેનું દિલ પાકિસ્તાનમાં છે. શાહરૂખની ફિલ્મો ભારતમાં કરોડોની કમાણી કરે છે પણ તેમને ભારતમાં અસહિષ્ણુતા દેખાય છે. આ દેશદ્રોહ નથી તો શું છે ?’ તેવો સવાલ પણ વિજયવર્ગીયે ઉઠાવ્યો.