અયોધ્યામાં બનશે રામની સૌથી મોટી પ્રતિમા, યોગી આદિત્યનાથ દિવાળી પર કરી શકે છે જાહેરાત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 03 Nov 2018 10:27 AM (IST)
1
રામની પ્રતિમા બનવાના રિપોર્ટ બાદ આ વખતે અયોધ્યામાં દિવાળી વધુ ભવ્ય થઈ ગઈ છે. આ વખતે અયોધ્યાના ઘાટ પર ત્રણ લાખ દિવડા પ્રગટાવી વર્લ્ડ રેકોર્ડ બનાવવાની યોજના છે.
2
આ પ્રતિમાની ઉંચાઈ 151 મીટર હશે અને વાતની જાહેરાત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દિવાળી પર કરી શકે છે. ઉલ્લેખનીય છે કે સરદાર પટેલની પ્રતિમા જોવા માટે યોગી આદિત્યનાથ શુક્રવારે ગુજરાત આવ્યા હતા.
3
નવી દિલ્હી: ગુજરાતમાં નર્મદા કિનારે 182 મીટરની સરદાર વલ્લભભાઇ પટેલના સ્ટેચ્યૂ ઓફ યૂનિટી બન્યા બાદ હવે અયોધ્યામાં રામની સૌથી મોટી પ્રતિમા બની શકે છે. આ પ્રતિમા ઉત્તર પ્રદેશના અયોધ્યામાં સરયૂ નદીના કાંઠે કરવામાં આવી શકે છે. સરદાર પટેલની પ્રતિમામાં લોખંડનો વધારે ઉપયોગ થયો છે.