રામ મંદિરના નિર્માણ માટે થોડી ધીરજ રાખે સંત: યોગી આદિત્યનાથ
અયોધ્યામાં આયોજિત સંત સંમેલનમાં ભાગ લેવા પહોંચેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંત સમાજને અપીલ કરી છે કે, તે થોડા દિવસ ધીરજ રાખે, ભગવાન રામની કૃપા થશે તો અયોધ્યામાં રામ મંદિર જરૂર બનશે. યોગીએ કહ્યું કે, આ બાબતે કોઈ શંકા ન હોવી જોઈએ. તેમણે કહ્યું કે, બંધારણીય મર્યાદાઓની અંદર રહીને કામ કરવાનું છે એટલે ધીરજ જરૂરી છે.
નવી દિલ્લી: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું સરકાર લોકકાંત્રિક મર્યાદાઓથી બંધાયેવી છે અને રામ મંદિરના નિર્માણ માટે સંતોએ થોડા દિવસો ધીરજ રાખવી પડશે. યોગીએ સંત સંમ્મેલનમાં કહ્યું, આપણે દુનિયાના સૌથી મોટા લોકતંત્રમાં રહીએ છીએ. ભારતની આ વ્યવસ્થાના સંચાલનમાં ન્યાયપાલિકા, કાર્યપાલિકાની એક ભૂમિકા છે. આપણે એ મર્યાદાઓને પણ ધ્યાનમાં રાખવી પડશે.
યોગીએ સવાલ કર્યો કે, છેલ્લા 15 વર્ષમાં કેટલા મુખ્યમંત્રી અયોધ્યા આવ્યા? તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, અગાઉની સરકારોએ અયોધ્યાના વિકાસ માટે કોઈ કામ કર્યું નથી પણ તેમની સરકાર ભગવાન રામની જન્મભૂમિના વિકાસમાં કોઈ કસર છોડશે નહીં. યોગીએ કહ્યું કે, અગાઉની સરકારોએ અયોધ્યામાં રામલીલા બંધ કરાવી દીધી હતી પણ તેમની સરકારમાં તે ફરી શરૂ થઈ ગઈ.
મુખ્યમંત્રીએ કહ્યું કે, અયોધ્યાના વિકાસ માટે એક સંપૂર્ણ ઢાંચો તૈયાર કરવામાં આવ્યો છે. અયોધ્યામાંથી વીજળીના ખુલ્લા તાર હટાવવામાં આવશે. અયોધ્યામાં રામ મંદિર પર ચર્ચા થવી જોઈએ. તેમની સરકાર ઈચ્છે છે કે, સુપ્રીમ કોર્ટમાં રામ મંદિર પર જલ્દી સુનવણી થાય પણ કોંગ્રેસે રામ મંદિરની સુનવણી ટાળવા માટે કહ્યું છે. આ જ લોકો પૂછી રહ્યાં છે કે, રામ મંદિર કેમ નથી બની રહ્યું.