✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

યોગીએ સમાજવાદી પાર્ટીના ક્યા ધુરંધરોની સીક્યુરિટી ઘટાડી? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 Apr 2017 01:18 PM (IST)
યોગીએ સમાજવાદી પાર્ટીના ક્યા ધુરંધરોની સીક્યુરિટી ઘટાડી? જાણો વિગત
1

હાલમાં જ ગૃહ વિભાગની બેઠક બાદ પૂર્વ સરકારમાં નેતાઓ અને મંત્રીઓને અપાયેલી સુરક્ષા સંબંધે રિપોર્ટ મંગાવાયો હતો. આ રિપોર્ટ બાદ સુરક્ષા ઘટાડવાનો ફેંસલો લેવાયો છે.

2

વીઆઈપી કલ્ચર ખતમ કરવા માટે સીએમ યોગી આદિત્યનાથે પ્રમુખ સચિવ ગૃહને ફક્ત જરૂરિયાત મુજબ સુરક્ષા આપવાના આદેશ આપ્યાં હતાં. ત્યારબાદ તમામ વીવીઆઈપી અને વીઆઈપી હસ્તીઓને મળેલી શ્રેણીવાર સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી.

3

નવી દિલ્લી: યૂપીમાં યોગી સરકારે વીઆઈપી કલ્ચર પૂરું કરવા વધુ એક કદમ લીધું છે. તેમને પૂર્વ સરકારના અનેક મંત્રીઓ અને વિપક્ષી નેતાઓને અપાતી સિક્યોરિટીમાં ઘટાડો કર્યો છે. તેમને વધુમાં ડિમ્પલ, શિવપાલ અને આઝમની ઝેડ શ્રેણીની સિક્યોરિટી ઘટાડીને વાય શ્રેણીની કરી નાખી છે.

4

તેમાં સમાજવાદી પાર્ટીના કનૌજથી સાંસદ અને પૂર્વ સીએમ અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવ, પૂર્વ કેબિનેટ મંત્રી શિવપાલ સિંહ યાદવ, આઝમ ખાન, રાજ્યસભા સાંસદ રામગોપાલ યાદવ સહિત અનેક નેતાઓ સામેલ છે. યોગી સરકારે સુરક્ષા સમિતિની બેઠક બાદ આશૂ મલિક, રાકેશ યાદવ, અભય સિંહ અને અતુલ પ્રધાન સહિત લગભગ 100 નેતાઓની સુરક્ષા પાછી ખેંચી છે.

5

રાજ્ય સરકારે સપા સંરક્ષક મુલાયમ સિંહ યાદવ, પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને બસપા પ્રમુખ માયાવતીની સુરક્ષા યથાવત રાખી છે. જ્યારે ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સભ્ય વિનય કટિયારની સુરક્ષા વાય શ્રેણીથી વધારીને ઝેડ કરી દેવાઈ છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • યોગીએ સમાજવાદી પાર્ટીના ક્યા ધુરંધરોની સીક્યુરિટી ઘટાડી? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.