FB ફ્રેન્ડે 'પદ્માવત' જોતાં જોતાં થીયેટરમાં 19 વર્ષની યુવતી સાથે પરાણે બાંધ્યા સંબંધ, યુવતીએ શું કર્યું ?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહૈદરાબાદઃ તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં ફિલ્મ જોવા ગયેલી 19 વર્ષીય યુવતી સાથે રેપ થયાની ઘટના સામે આવ છે. આ રેપ ઘટનાને તેના ફેસબુક ફ્રેન્ડ દ્વારા અંજામ આપવામાં આવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને થિએટર માલિક સામે પણ કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, જ્યારે ફિલ્મ ચાલતી હતી ત્યારે થિએટરમાં મોટાભાગની સીટો ખાલી હતી જેનો લાભ ઉઠાવીને આરોપીએ પીડિતા પર કથિત રીતે રેપની ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસ અનુસાર, બે મહિના પહેલા જ પીડિતા અને આરોપી ફેસબકના મધ્યમથી ફ્રેન્ડ બન્યા હતા.
માહિતી પ્રમાણે, હૈદરાબાદમાં સિંકદરાબાદમાં આવેલા પ્રશાંત થિેટરરમાં 19 વર્ષીય યુવતી ફિલ્મ પદ્માવત જોવા ગઇ હતી. તેની સાથે ફેસબુક દ્વારા બનેલો ફ્રેન્ડ હતો. જેને થિએટરની અંદર જ યુવતી પર રેપ ગુજાર્યો હતો.
31 જાન્યુઆરીએ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે, બાદમાં તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં પણ આવ્યો હતો. આ 23 વર્ષના આરોપીનું નામ કન્ડાકટલા બિક્સાપતી છે, જેસીબી ડ્રાઇવર તરીકે કામ કરે છે. પોલીસે આરોપી વિરુદ્ધ કલમ 376 અંતર્ગત કેસ નોંધ્યા બાદ થિએટર માલિક સામે પણ કડક કાર્યવાહી હાથ ધરી છે. પીડિતાના પ્રાઇવેટ પાર્ટ્સમાં ગંભીર રીતે ઇજા પહોંચી છે અને તેની સારવાર ચાલું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -