કિકી ચેલેન્જ પુરી કરવા યુવકે નદીના ધસમસતા પ્રવાહમાં લગાવી છલાંગ, જાણો પછી શું થયું
પાસે ઉભા રહેલા મિત્રો તેનો વીડિયો બનાવવા લાગ્યા, જોકે થોડીવાર પછી યુવક ધસમસતા પ્રવાહમાં તણાવવા લાગ્યો અને ડુબી ગયો હતો. બાદમાં પોલીસે ભારે જહેમત બાદ યુવકના મૃતદેહને મોડીરાત્રે શોધી કાઢ્યો હતો. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ હાલ સૈયદના મિત્રોની શોધખોળ કરી રહી છે.
માહિતી પ્રમાણે સૈયદ અહેમદ (37) મિત્રોની સાથે નદી કિનારે ઉભો હતો, વાતચીત દરમિયાન તેને કિકી ચેલેન્જ માટે શરત લગાવી અને તેને પુરી કરવા માટે ડાન્સ કરતો કરતો નદીમાં કુદી પડ્યો હતો. નદીનું પાણી ધસમસતા પ્રવાહ સાથે વહી રહ્યું હતું.
છત્તીસગઢના કાંકેર જિલ્લામાં કિકી ચેલેન્જ પુરી કરવા માટે એક યુવકે ડાન્સ કરતા કરતાં ધસમસતા નદીના પ્રવાહમાં છલાંગ લગાવી, તો ડુબી જવાથી તેનું મોત થઇ ગયુ હતું.
કાંકેરઃ તાજેતરમાંજ સોશ્યલ મીડિયા પર કિકી ચેલેન્જનું હેશટેગ વાયરલ થઇ રહ્યું છે. લોકો તેને પુરી કરવા અવનવા અખતરા કરી રહ્યાં છે, જેના કારણે કેટલાક લોકો જીવ ગુમાવી ચૂક્યા છે તો કેટલાક લોકો ઘાયલ થયા છે. પોલીસે અને વહીવટી તંત્રેએ કિકી ચેલેન્જ એક્સેપ્ટ કરવા કે પુરી કરવા પર પ્રતિબંધ પણ લગાવ્યો છે. હવે આ કડીમાં છત્તીસગઢમાં એક વિચિત્ર બનાવ બન્યો છે.