✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

તમારૂં બેંકમાં સેવિંગ એકાઉન્ટ છે? તો કેન્દ્ર સરકારે લીધેલા મોટા નિર્ણયની જાણકારી તમારા માટે છે બહુ મહત્વની

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 Dec 2016 11:09 AM (IST)
તમારૂં બેંકમાં સેવિંગ એકાઉન્ટ છે? તો કેન્દ્ર સરકારે લીધેલા મોટા નિર્ણયની જાણકારી તમારા માટે છે બહુ મહત્વની
1

જો કે આ સિસ્ટમને સફળ બનાવવા માટે સેવિંગ બેંક એકાઉઉન્ટ સાથે આધાર કાર્ડને જોડવાની ઝુંબેશ શરૂ કરવી પડે તેમ છે. હાલમાં ભારતમાં અંદાજે 112 કરોડ સેવિંગ બેંક એકાઉન્ટ્સ છે અને તેમાંથી આધાર સાથે માત્ર 40 કરોડ ખાતાં લિંક થયા છે.

2

હાલમાં દેશમાં ૩૦ કરોડ લોકો પાસે મોબાઇલ નથી અને એ લોકોને આ નિર્ણયથી સરળતા થશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ નિર્ણયને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંજુરી આપી દીધી છે. હવે નાણા મંત્રી અરૂણ જેટલી તથા આઇટી મંત્રી રવિશંકર પ્રસાદ તેના અમલીકરણ માટે તૈયારી કરી રહ્યા છે.

3

આ સિસ્ટમના કારણે ડિજીટલ ટ્રાન્ઝેકશન સાવ સરળ થઇ જશે અને કોઇ કનેક્ટિવિટીની પણ જરૂર નહી રહે. રિઝર્વ બેંક પણ આધાર કાર્ડ આધારીત પોઇન્ટ ઓફ સેલ મશીન દેશભરમાં ઉપલબ્ધ કરાવવા જઇ રહી છે. આ પગલાથી ગ્રામીણ લેવલે પણ ડિજીટલ ટ્રાન્જેકશન શકય બનશે.

4

આ વ્યવસ્થામાં આધારનો ડેટા રિટેઇલ પોઇન્ટ પર બાયોમેટ્રિક ડેટા સાથે મેચ થાય તો ડિજીટલ ટ્રાન્ઝેકશન થઇ શકશે. આ સિસ્ટમ અમલી બનતાં ફોન વગર વ્યવહાર કરવો શક્ય બનશે. સેવિંગ એકાઉન્ટ ધરાવનાર પોતાના એકાઉન્ટમાં આધાર બાયોમેટ્રિક લિંક દ્વારા લોગ ઈન કરીને પેમેન્ટ કરી શકશે.

5

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે કેશલેસ ઝુંબેશને સામાન્ય લોકોના સ્તરથી અમલી બનાવવા માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અનુસાર કેન્દ્ર સરકાર ડિજીટલ ટ્રાન્ઝેકશનને રિટેઇલ પોઇન્ટ સુધી લઇ જવા માટે તમામ સેવિંગ બેંક એકાઉન્ટ્સ (બચત ખાતાં)ને આધાર નંબર સાથે જોડી દેશે.

6

કેન્દ્ર સરકારના તમામ બચત ખાતાંને આધાર સાથે જોડવાના નિર્ણયથી જેમની પાસે મોબાઇલ ફોન નથી તેમને રાહત થશે અને એ લોકો પણ ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ કરી શકશે. આ વ્યવસ્થા અમલી બનતાં આધાર કાર્ડને સપોર્ટ કરે તેવી ડીવાઈસની મદદથી કેશલેસ ટ્રાન્ઝેક્શન્સ થઈ શકશે.

  • હોમ
  • India-news
  • દેશ
  • તમારૂં બેંકમાં સેવિંગ એકાઉન્ટ છે? તો કેન્દ્ર સરકારે લીધેલા મોટા નિર્ણયની જાણકારી તમારા માટે છે બહુ મહત્વની
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.