✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો નહીં, YSRCPના 5 સાંસદોએ લોકસભા સ્પીકરને સોંપ્યા રાજીનામાં

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Apr 2018 01:15 PM (IST)
1

આંધ્રને વિશેષ રાજ્યનો દરજ્જો ન આપવાથી નારાજ ટીડીપીએ માર્ચમાં એનડીએ સાથેનું તેનું ગઠબંધન તોડી દીધું છે. તેણે સરકાર સામે વચન ન નિભાવ્યું હોવાનો આરોપ લગાવ્યો છે. ટીડીપીએ 19 માર્ચે સંસદમાં કેન્દ્ર સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની અરજી લાવવાની નોટિસ પણ આપી હતી. જોકે સંસદમા સતત હોબાળાના કારણે આ વિશે ચર્ચા થઈ શકી નબહતી.

2

બજેટ સત્રના બીજા તબક્કામાં અત્યાર સુધી ટીડીપી અને વાયએસઆર કોંગ્રેસે રાજ્યને વિશેષ દરજ્જો મળવાની માગણી વિશે પ્રદર્શન કર્યા હતા. નીરવ મોદી, બેન્ક કૌભાંડ, એસએસસી પરીક્ષા, સીબીએસઈ પેપર લીક, ફેસબુક ડેટા ચોરી, અવિશ્વાસ પ્રસ્તાવ, કાવેરી જળ વિવાદ વિશે પણ સંસદમાં ખૂબ હોબાળો થયો હતો.

3

ધરણાં પર બેઠેલા સાંસદ અમપી થોટા સીતારામા લક્ષ્મી અને સીએમ રમેશનો મેડિકલ ચેકઅફ કરવામાં આવ્યો હતો. સાંસદ મુત્તમશેટ્ટી રાવને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

4

આંધ્રને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગણી વિશે ગુરુવારે ટીડિપી સાંસદોનેએ સદનની કાર્યવાહી શરૂ થતા પહેલાં જ ધરણાં શરૂ કરી દીધા હતા. રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત થયા પછી ટીડીપી સાંસદોએ સદનની બહાર નીકળવાની ના પાડી દીધી હતી. ત્યારે તેમને માર્શલની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા.

5

બન્ને પાર્ટીઓ સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ પણ આપી ચૂકી છે. શુક્રવારે બજેટ સત્રના બીજા તબક્કાના છેલ્લા દિવસે રાજ્યસભા અને લોકસભા કાર્યવાહી અનિશ્ચિત કાળ સુધી સ્થગિત થઇ ગઇ હતી. ઉલ્લેખનીય છે કે, વાયએસઆર કોંગ્રેસે સોમવારે કહ્યું હતું કે, રાજ્યને વિશેષ દરજ્જો આપવામાં નહીં આવે તો તેઓ સત્રના છેલ્લા દિવસે રાજીનામું આપી દેશે.

6

નવી દિલ્હીઃ આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગને લઇને વાયએસઆર કોંગ્રેસના 5 સાંસદોએ લોકસભા સ્પીકર સુમિત્રા મહાજનને રાજીનામા ધરી દીધા છે. સત્તાધારી તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) અને વિપક્ષી દળ વાયએસઆર કોંગ્રેસે આંધ્રને વિશેષ રાજ્યની માંગ આપવાને લઇને સંસદની બહાર સતત પ્રદર્શન કરી રહ્યું છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો નહીં, YSRCPના 5 સાંસદોએ લોકસભા સ્પીકરને સોંપ્યા રાજીનામાં
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.