ઝિમ્બાબ્વે 5 વર્ષ બાદ ટેસ્ટ જીત્યું, બાંગ્લાદેશને 151 રનથી આપી હાર
ઝિમ્બાબ્વેએ પ્રથમ ઈનિંગમાં 281 રન બનાવ્યા હતા, જેના જવાબમાં બાંગ્લાદેશની પ્રથમ ઈનિંગ 143 રનમાં સમેટાઈ જતાં ઝિમ્બાબ્વેને 139 રનની સરસાઈ મળી હતી. જે બાદ ઝિમ્બાબ્વેની બીજી ઈનિંગ 181 રનમાં સમાપ્ત થતાં બાંગ્લાદેશને મેચ જીતવા 320 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. ટાર્ગેટને હાંસલ કરતી વખતે બાંગ્લાદેશની ટીમ માત્ર 169 રનમાં જ તંબુ ભેગી થઈ જતાં ઝિમ્બાબ્વેનો 151 રનથી વિજય થયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાકિસ્તાનને 2013માં હરારેમાં હરાવ્યા બાદ ઝિમ્બાબ્વેની આ પ્રથમ ટેસ્ટ જીત છે. પોતાના દેશની બહાર 17 વર્ષ બાદ ઝિમ્બાબ્વેએ કોઈ ટેસ્ટ જીતી છે. આ પહેલા 2001માં તેણે ચટગાંવમાં બાંગ્લાદેશને હરાવ્યું હતું.
બાંગ્લાદેશને જીત માટે 321 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. ચોથા દિવસે બાંગ્લાદેશની ટીમ 169 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.મસાકાડ્ઝાએ પણ 2 વિકેટ લીધી હતી. તેણે આરિફુલ હકને પેવેલિયન મોકલીને બાંગ્લાદેશની ઈનિંગનો અંત આણ્યો હતો
નવી દિલ્હીઃ ડન માવુતા અને સિકંદર રજાની ઘાતક બોલિંગની મદદથી ઝિમ્બાબ્વેએ પ્રથમ ટેસ્ટમાં બાંગ્લાદેશને 151 રનથી હાર આપીને પાંચ વર્ષમાં પ્રથમ ટેસ્ટ જીત મેળવી હતી. ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરનારા લેગ સ્પિનર માવુતાએ 21 રનમાં ચાર વિકેટ લીધી હતી, જ્યારે ઓફ સ્પિનર રજાએ 41 રનમાં ત્રણ વિકેટ લીધી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -