સોશિયલ મીડિયા પર લગ્નની જાહેરાત વાયરલ થઈ રહી છે. આમાં પાર્ટનર માટે વિચિત્ર શરતો મુકવામાં આવી છે. દાખલા તરીકે લગ્ન કરવા માંગતા જીવનસાથીને 2 થી વધુ ભાઇઓ અને બહેનો ન હોવી જોઈએ. વાર્ષિક પગાર 30 લાખથી ઓછો ન હોવો જોઈએ. ઊંચાઈ 5.7 થી 6 ફૂટની વચ્ચે હોવી જોઈએ. હવે આ જાહેરાતને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા છેડાઈ ગઈ છે. ખાસ વાત એ છે કે કેટલાક લોકો આ માંગને યોગ્ય પણ ઠેરવી રહ્યા છે.
જો કે, વાયરલ જાહેરાતમાં એ સ્પષ્ટ નથી થયું કે આ માંગ છોકરા દ્વારા કરવામાં આવી છે કે છોકરી તરફથી કરવામાં આવી છે. પરંતુ મોટાભાગના લોકો તેને કોમેન્ટ સેક્શનમાં યુવતીની માંગ માની રહ્યા છે.
વાયરલ એડમાં દર્શાવેલ શરતોમાં ઉંમર પ્રથમ છે. લગ્ન કરવા ઇચ્છુક યુવક-યુવતીનો જન્મ જૂન 1992 પહેલા થયો ન હોવો જોઈએ. બીજી શરત તેના શિક્ષણની છે. તેમની પાસે MBA, MTech, MS અથવા PGDM ડિગ્રી હોવી આવશ્યક છે અને તે ડિગ્રી ચોક્કસ સંસ્થામાંથી હોવી જોઈએ.
ખાસ વાત એ છે કે આ જાહેરાતમાં સંસ્થાઓની યાદી પણ આપવામાં આવી છે. આમાં 7 IITs- બોમ્બે, ખડગપુર, મદ્રાસ, કાનપુર, દિલ્હી, રૂરકી અને ગુવાહાટીને એન્જિનિયરિંગ માટે સ્થાન મળ્યું છે. ઉપરાંત સાત NIT, ચાર IIIT, IISc બેંગ્લોર, BITS પિલાની, DTU, NSIT, જાદવપુર યુનિવર્સિટી (કલકત્તા)ને સ્થાન મળ્યું છે.
વાયરલ જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે અમુક કોલેજોમાંથી MBA કરનારાઓને પણ પાર્ટનર બનવાની તક મળી શકે છે. 6 IIMs, FMS, IIFT, ISB, JBIMS, MDI, NITIE, SP Jain, SJMSOM અને XLRI ને યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. આ પછી પગારને લઈને પણ શરત મુકવામાં આવી છે. લગ્ન કરવા માંગતા યુવક-યુવતીઓએ કોર્પોરેટ નોકરી કરવી જોઈએ અને તેની વાર્ષિક આવક 30 લાખથી ઓછી ન હોવી જોઈએ.
જાહેરાતમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે અરજદાર દિલ્હી અથવા એનસીઆરનો રહેવાસી હોવો જોઈએ. અરજદારનું કુટુંબ નાનું હોવું જોઈએ. 2 થી વધુ ભાઈ-બહેન ન હોવા જોઇએ. આ ઉપરાંત, એવું પણ કહેવામાં આવ્યું છે કે એવા અરજદારોને પ્રાધાન્ય આપવામાં આવશે જેમનો આખો પરિવાર શિક્ષિત હશે. અરજદારની ઊંચાઈ પણ 5'7" થી 6' ફૂટની વચ્ચે હોવી જોઈએ.
વાયરલ થયેલી જાહેરાતના અંતે જ્ઞાતિને લઈને ખાસ માંગણી કરવામાં આવી છે. અરજદાર નોન માંગલિક અગ્રવાલ કાસ્ટનો હોવો જોઈએ. ટ્વિટર પર @RetardedHurt હેન્ડલથી લગ્નની જાહેરાત શેર કરીને લોકોને આ અંગે તેમનો અભિપ્રાય પૂછવામાં આવ્યો હતો.
વાયરલ પોસ્ટ પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું- મારા બેસ્ટ ફ્રેન્ડનું પેકેજ 30 લાખનું છે. તે લવ મેરેજ ગરીબ સાથે પણ કરી લેશે પરંતુ એરેન્જ્ડ મેરેજમાં પુરુષ સંપૂર્ણ કમ્ફર્ટ જોવે છે. બીજાએ લખ્યું – મને લાગે છે કે આ તેના બોયફ્રેન્ડની લાયકાત છે. ત્રીજાએ લખ્યું- હું સમર્થનમાં છું. એટલી માંગ કરી કે કોઈ લગ્ન નહીં કરે અને એક જ જીવ બચશે.
ઘણા લોકોએ આ જાહેરાત પર સવાલો પણ ઉઠાવ્યા હતા. એક યુઝરે લખ્યું - તે કોઈપણ હોય તે ક્યારેય લગ્ન નહીં કરે. બીજાએ લખ્યું- સરકારી નોકરી ન હોવાના કારણે મને 29 વખત રિજેક્ટ કરવામાં આવ્યો છે.