Astrology tips:

  જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આંખ ખુલતાની સાથે જ દેખાતી વસ્તુઓ આંખોની સામે આવે છે તેના પર આપનો દિવસ કેવો રહે છે તે નિર્ભર થાય છે. જ્યારે ખરાબ દિવસ પસાર થાય તો સ્વાભાવિક રીતે લોકો બોલતા હોય છે કે, આજે સવાર-સવારમાં ન જાણે કોને ચહેરો જોઇ લીધો કે, દિવસ ખરાબ રીતે વિત્યો


જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે, સવારે આંખ ખુલતાની સાથે જ દેખાતી વસ્તુઓ વ્યક્તિના દિવસને સુધારવામાં સફળ રહે છે. દિવસ ખરાબ રીતે પસાર થાય તો થાય છે કે,  આજે ખબર નહીં સવારે કોનો ચહેરો જોયો હતો. તો તેનાથી વિપરિત તે સારી રીતે જાય તો જ વિચારે છીએ આજે સવારમાં આ વસ્તુ જોઇ કે દિવસ સુધરી ગયો.  આવી સ્થિતિમાં આજે અમે કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને જો કોઈ વ્યક્તિ સવારે જુએ તો તેના નસીબના તાળા ખુલી જાય છે. ચાલો શોધીએ.


સવારે ઉઠતાં જ આ ચીજો જોવી હોય છે શુભ



  • જ્યોતિષીઓનું કહેવામાં આવ્યું છે કે, સવારે ઉઠ્યાં બાદ જો તમને ગરોળી દેખાય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે.

  • જો ગરોળી દિવાલ ઝડપથી સરકતી જોવા મળે તો તે  પ્રગતિ અને લાભ સૂચવે છે. તેનો અર્થ એ છે કે તમને કોઈ સારા સમાચાર અથવા પ્રમોશન મળવાનું  છે.

  • જ્યોતિષમાં ગરોળીને સંપત્તિનું પ્રતિક માનવામાં આવે છે. જો તે સવારના સમયે દેખાય છે, તો તેમાંથી ધન મળવાની શક્યતાઓ બને છે.

  •  ગરોળી તેના માથા પર પડવી તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિના માથા પર ગરોળી પડી જાય તો તેના માન-સન્માનમાં અને  પદ-પ્રતિષ્ઠામાં વધારો થાય છે.

  • કપાળ પર ગરોળી પડવી એ સંકેત છે કે કોઈ ખાસ વ્યક્તિ આપને મળશે જેનાથી આપને  ફાયદો થશે.

  •   ગરોળી સીધી ખભા પર પડવાથી સ્પર્ધા, વાદવિવાદ, યુદ્ધમાં વિજય પ્રાપ્ત થાય છે. અને જ્યારે ગરોળી ડાબા ખભા પર પડે છે ત્યારે દુશ્મની વધે છે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.