Rain Bathe Benefits : વરસાદનું પાણી ખૂબ હલકું હોય છે અને તેનું pH ક્ષારીય હોય છે. વરસાદનો ઉપયોગ એક રીતે વોટર થેરાપી માટે પણ થઈ શકે છે. તે તમારા શરીર અને મનને તરો તાજા કરી દે છે.


વરસાદમાં ભીંજાવું  કોને ન ગમે ( Rain Bathe Benefits). પરંતુ શું તમે જાણો છો કે વરસાદમાં ભીંજાવાથી પણ ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે (રેન બાથ બેનિફિટ્સ). તે ફક્ત તમારા હોર્મોનલ સંતુલન માટે જ સારું નથી, પરંતુ તે ત્વચા સંબંધિત સમસ્યાઓને પણ દૂર કરે છે. ઉનાળામાં થયેલી શરીરની સમસ્યાઓથી છુટકારો મેળવવો હોય તો વરસાદમાં ભીંજાવવું જોઇએ.


કેમ ખાસ છે વરસાદનું પાણી


વરસાદનું પાણી ખૂબ હલકું હોય છે અને તેનું pH ક્ષારીય હોય છે. વરસાદનો ઉપયોગ એક રીતે વોટર થેરાપી માટે પણ થઈ શકે છે. તે તમારા શરીર અને મનને તરો તાજા કરી દે છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં માટીમાં રહેલા મિનરલ્સ અને બેક્ટેરિયા નથી હોતા. જેના કારણે તે સ્વાસ્થ્ય અને સુંદરતા બંને માટે ફાયદાકારક બને છે.


વરસાદમાં ભીંજાવવાના ફાયદા


પ્રકૃતિ રોગ આપે છે તો તેની સારવાર પણ આપે છે. ઉનાળામાં ત્વચા, વાળ અને ફોલ્લા જેવી અનેક પ્રકારની સમસ્યાઓ જોવા મળે છે. આ બધાનો ઇલાજ  વરસાદના પાણીમાં છે.  ઉનાળામાં તમને તમારા સ્વાસ્થ્યને લગતી તમામ સમસ્યાઓનો ઉકેલ વરસાદ ભીંજાવવાથી મળી જશે, જો કે મૌસમના પહેલા વરસાદથી બચવું  જરૂરી છે.


ત્વચા સંબંધિ સમસ્યા દૂર થશે


વરસાદનું પાણી શરીર, ત્વચા અને ચહેરાને ખૂબ જ અસરકારક રીતે સાફ કરવામાં મદદ કરે છે અને ચહેરા પર એકઠા થયેલા હાનિકારક બેક્ટેરિયાને દૂર કરે છે. જે ચહેરા પર ફોલ્લીઓ  કરવા માટે  જવાબદાર છે. તેના ક્ષારયુક્ત ગુણોને કારણે, વરસાદનું પાણી ખીલના કારણે થતાં સોજોને  દૂર કરવામાં કારગર છે.


વાળમાંથી ધૂળ અને ગંદકીને સંપૂર્ણપણે સાફ કરવામાં વરસાદનું પાણી ખૂબ જ ફાયદાકારક છે. વરસાદનું પાણી ખૂબ હળવું  હોય છે અને તેનું pH ક્ષારીય  હોય છે. જેના કારણે વાળમાં સાબુ કે શેમ્પૂ લગાવવામાં આવે ત્યારે તે ગંદકીને અસરકારક રીતે દૂર કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત વરસાદના પાણીમાં જમીનમાં ઓગળેલા ખનિજોનો અભાવ જોવા મળે છે. તેથી તે વાળને સાફ કરવામાં પણ મદદરૂપ છે.


Disclaimer: આ સૂચના માત્ર માન્યતા અને જાણકારી પર આધારિત છે. આ જણાવવું જરૂરી છે કે. Abp  અસ્મિતા કોઇપણ પ્રકારની માન્યતા કે જાણકારીની પુષ્ટી નથી કરતું આ એક નિષ્ણાતોના મત છે. તો તેને અમલ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.