Monsoon Skin Care: વરસાદના ગંદા પાણી અને પાણી ભરાયેલા રસ્તાઓમાં ચાલવાથી મુખ્યત્વે એથ્લીટ ફૂટ (પગમાં ફંગલ ઇન્ફેક્શન), દાદ (રિંગવર્મ) અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન જેવી ત્વચાની સમસ્યાઓ થઈ શકે છે. તેનાથી બચવા માટે ઘરે પહોંચ્યા બાદ પગને એન્ટીસેપ્ટિક સાબુથી સારી રીતે ધોઈને સંપૂર્ણ સુકવો, સ્વચ્છ અને સૂકા સુતરાઉ કપડાં પહેરો તેમજ પાણી ભરાયેલા વિસ્તારમાં ઉઘાડા પગે ચાલવાનું ટાળો.

Continues below advertisement

 

Continues below advertisement
  • ત્વચાની સામાન્ય સમસ્યાઓ
  • એથ્લીટ ફૂટ (પગમાં ફંગલ ઇન્ફેક્શન):પગની આંગળીઓ વચ્ચે ભેજ અને ગંદકી જમા થવાથી થતો ફંગલ ચેપ. તેમાં તીવ્ર ખંજવાળ, બળતરા અને ત્વચા ઊખડવાની સમસ્યા થઈ શકે છે.
  • દાદ (રિંગવર્મ):ગંદા પાણીના સંપર્ક અને સતત ભેજના કારણે ત્વચા પર ગોળાકાર લાલ ચકામા, ખંજવાળ અને બળતરા થઈ શકે છે.
  • બેક્ટેરિયલ ઇન્ફેક્શન:દૂષિત પાણીના સંપર્કમાં આવવાથી ત્વચા પર સોજો, લાલાશ, નાના ફોલ્લા અથવા ફોડા થઈ શકે છે.

બચવાના ઉપાયો

  • તરત જ ધોઈ લો:ગંદા પાણી અથવા વરસાદમાંથી ઘરે આવ્યા બાદ પગ અને શરીરને સ્વચ્છ પાણી તેમજ એન્ટીસેપ્ટિક સાબુથી સારી રીતે ધોઈ લો. 
  •  
  • ત્વચા સંપૂર્ણ સુકવી રાખો:નાહ્યા પછી અથવા પગ ધોયા બાદ ટુવાલથી ત્વચાને સારી રીતે સુકવી લો. ખાસ કરીને પગની આંગળીઓ વચ્ચે ભેજ ન રહે તેનું ધ્યાન રાખો.
  •  
  • જૂતા અને મોજાં બદલો:ભીના જૂતા અથવા ભેજવાળા મોજાં ફરીથી ન પહેરો. હંમેશા સૂકા મોજાં અને હવાદાર જૂતા અથવા ચંપલ પહેરો.મોનસૂનમાં વોટર પ્રૂફ ફૂટવેર જ યુઝ કરો
  •  
  • સુતરાઉ કપડાં પહેરો:ઢીલાં અને કોટનના કપડાં પહેરો જેથી શરીર પર પરસેવો અને ભેજ જમા ન થાય.
  •  
  • એન્ટિફંગલ પાઉડરનો ઉપયોગ કરો:જો ફંગલ ઇન્ફેક્શન થવાની શક્યતા વધુ હોય તો ડૉક્ટરની સલાહ મુજબ એન્ટિફંગલ ટેલ્કમ પાઉડરનો ઉપયોગ કરો.

ક્યારે ડૉક્ટરનો સંપર્ક કરવો?

જો ત્વચા પર વધુ લાલાશ, તીવ્ર દુખાવો, સોજો અથવા ચેપ ઝડપથી ફેલાતો જણાય, તો તરત જ ડૉક્ટર અથવા ત્વચા નિષ્ણાતનો સંપર્ક કરો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.