Beauty Care :  આપણે જે કંઈ પણ ખાઈએ છીએ તેની અસર માત્ર આપણા સ્વાસ્થ્ય પર જ નહીં પરંતુ આપણી ત્વચા પર પણ થાય છે. આજકાલ લોકોની ખાવાની આદતોમાં ઘણો બદલાવ આવ્યો છે. જંક ફૂડની સાથે લોકો કાર્બોનેટેડ ડ્રિંક્સ પણ પીવા લાગ્યા છે, પરંતુ શું તમે જાણો છો કે આ પીણાં તમારા સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ ત્વચા માટે પણ હાનિકારક છે.


આપણી ખાવાની આદતો માત્ર આપણા સ્વાસ્થ્યને જ નહીં પરંતુ આપણી ત્વચા પર પણ અસર કરે છે. ખરાબ જીવનશૈલીના કારણે ત્વચા પર અનેક પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે. બજારમાં ઉપલબ્ધ ચિપ્સ, બર્ગર અને પિઝાનો ટ્રેન્ડ આજકાલ એટલો વધી ગયો છે કે કાર્બોરેટેડ પીણાં વિના તેનો સ્વાદ અધૂરો લાગે છે.


 ઉનાળામાં, સોડા પીણાં અને કાર્બોનેટેડ પીણાંનું સેવન વધી જાય છે, જેના કારણે આપણે આપણી અજાણતા જ  ત્વચાના સ્વાસ્થ્યને અવગણવા માંડીએ છીએ.  તો કાર્બોનેટેડ પીણાંથી ત્વચાને થતા નુકસાન વિશે જાણીએ


કાર્બોનેટેડ પીણાંમાં ખાંડ હોય છે


કાર્બોનેટેડ અને સોડા પીણાંમાં  ખાંડની માત્રા વધુ હોય છે. જે માત્ર  સ્વાસ્થ્ય માટે જ નહિ પરંતુ ત્વચા માટે પણ  હાનિકારક છે. ખાંડનું સેવન ત્વચા પર ખૂબ નકારાત્મક અસર કરે છે. આનાથી ત્વચા ડેડ,નિસ્તેજ અને અને ફૂલેલી દેખાય છે.


કાર્બોનેટેડ પીણાં ત્વચાને સૂકવી નાખે છે


કાર્બોરેટેડ પીણાંના સતત સેવનથી ત્વચા શુષ્ક થઈ શકે છે. તેના સતત સેવનથી ત્વચા ડિહાઇડ્રેટ થઈ જાય છે. આવી સ્થિતિમાં, સાદા પાણીનું સેવન આપણી ત્વચાને ગ્લોઇંગ કરવામાં મદદ કરે છે. કાર્બોનેટેડ પીણાંમાં રહેલી ખાંડ ડિહાઇડ્રેશનનું કારણ બને છે.


કાર્બોનેટેડ ડ્રિન્કના કારણે પિમ્પલ્સ થાય  છે


કાર્બોનેટેડ પીણાંનું સેવન હોર્મોનલ સ્વાસ્થ્યને પણ અસર કરે છે, જેના કારણે ખીલ થાય છે. આવી સ્થિતિમાં કાર્બોનેટેડ ડ્રિંક વધારે પીવાથી ખીલની સમસ્યા થઈ શકે છે.


ત્વચા પર ઉમરની વધુ અસર દેખાશે  


કાર્બોરેટેડ પીણાંના સતત સેવનથી શરીરમાં સોજો આવી શકે છે, જે કોલેજનનું ઉત્પાદન અટકાવે છે. ખાંડ અને કેફીન બંને ત્વચાની વૃદ્ધત્વના વિકારમાં  ફાળો આપે છે, જેનાથી કરચલીઓ વધુ દેખાય છે. જો તમે તમારી ત્વચાને યુવાન રાખવા માંગતા હોવ તો તમારે આજથી જ સોડા અને કાર્બોનેટેડ ડ્રિંક પીવાનું બંધ કરી દેવું જોઈએ.