Health Tips: ઓમિક્રોન ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. હાથની સાથે મોબાઈલની સ્વચ્છતા પણ ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં, અમે અહીં તમને જણાવીશું કે સ્માર્ટફોનને કેવી રીતે સાફ કરવો.


કોવિડ-19નું નવું સ્વરૂપ ઓમિક્રોન ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે, જેના કારણે રોગચાળો સૌથી ખતરનાક તબક્કામાં પહોંચી ગયો છે. એટલા માટે એ મહત્વનું છે કે તમે તમારી જાતને સ્વસ્થ રાખો અને કોવિડ-19 સામે રક્ષણ મેળવવા માટે સાવચેતી પણ રાખો.  આપ  દરરોજ ઉપયોગ કરો છો તે સૌથી મહત્વપૂર્ણ વસ્તુઓમાંની એક છે તમારો મોબાઇલ ફોન. હાથની સાથે મોબાઈલની સ્વચ્છતા પણ ખૂબ જ જરૂરી છે. પરંતુ સ્માર્ટફોનને સાફ કરતી વખતે અથવા સેનિટાઇઝ કરતી વખતે તમારે ઘણી સાવચેતી રાખવી પડશે. આવી સ્થિતિમાં, અમે અહીં તમને જણાવીશું કે સ્માર્ટફોનને કેવી રીતે સાફ કરવો. આ સિવાય તમે તમારી જાતને કેવી રીતે સુરક્ષિત રાખી શકો? ચાલો જાણીએ.


ફોનને સેનેટાઇઝ કરતા પહેલા આ વાતોનું ધ્યાન રાખો



  • આપના  ફોનની સ્ક્રીન ખૂબ જ નાજુક છે. તેથી નોંધનિય બાબત એ છે કે કોઈપણ ખરોચથી ટાળવા માટે હંમેશા લિન્ટ-ફ્રી માઇક્રોફાઇબર કાપડનો ઉપયોગ કરો.

  • તમારે તમારા સ્માર્ટફોન અને ટેબ્લેટ પર ક્યારેય વિન્ડો ક્લીન્સર અથવા ક્લિનિંગ સોલવન્ટ્સનો ઉપયોગ કરવો જોઈએ નહીં. આ તમારા ડિવાઇસને  નુકસાન પહોંચાડી શકે છે.

  • તમારી સ્ક્રીન પર સીધા જ કોઈપણ સોલવન્ટનો ક્યારેય છંટકાવ કરશો નહીં. Appleના જણાવ્યા અનુસાર, iPhoneમાં ફિંગરપ્રિન્ટ-પ્રતિરોધી  ઓલેઓફોબિક, તેલ-પ્રતિરોધક કોટિંગ છે. સફાઈના રસાયણો સમય જતાં તેને બગાડી શકે છે. જો કે, જો તમારા ઉપકરણમાં સ્ક્રીન ગાર્ડ પ્રોટેક્ટર છે, તો તે તમારી સ્ક્રીનના કોટિંગને અસર કરશે નહીં.

  • આલ્કોહોલ આધારિત સોલ્યુશનનો ઉપયોગ કરતા પહેલા ખાતરી કરો કે તમારા સ્માર્ટફોનમાં સ્ક્રીનગાર્ડ છે કે નહીં.

  • સ્માર્ટફોનને યોગ્ય રીતે સેનિટાઇઝ કરવાની પ્રક્રિયા-

  • સૌ પ્રથમ ફોનને સેનેટાઇઝર કરતી વખતે તેને બંધ કરી દો. તેમજ સ્ક્રીન પરથી ગંદકી સાફ કરવા માટે ડાબેથી જમણે અને ઉપરથી નીચે લિન્ટ-ફ્રી માઇક્રોફાઇબર કાપડનો જ  ઉપયોગ કરો