નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસને નાથવા રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. 45 વર્ષથી મોટી ઉંમરના બીમારીનો સામનો કરી રહેલા લોકોને વેક્સીન આપવામાં આવી રહી છે. પરંતુ ડોઝ લેતા પહેલા અને લીધા બાદ યોગ્ય સાવધાની રાખવાની જરૂર છે. જો તેમ ન કરવામાં આવે તો મુશ્કેલી થઈ શકે છે.


ડોઝ લેતા પહેલા શું સાવધાની રાખશો

જો તમે વેક્સીનનો ડોઝ લેવા જતાં હો ત્યારે આલ્કોલ અને તમાકુ ખાવાનું ટાળો. રસીકરણ પહેલા ડોક્ટર પૂરતી ઉંઘ લેવાની પણ સલાહ પે છે. કોવિડ-19નો ડોઝ લગાવતાં પેહેલા જો તેમે ઈબ્રુપ્રોફેન કે એસિટામિનોફેન જેવી દેવાઓ લઇ રહ્યા હો તો બંધ કરી દો. મેડિકલ સ્ટોર પરથી સરળતાથી મળતી દવાઓ વેક્સીનની અસર ઘટાડી શકે છે.

નોનસ્ટેરોઇડલ એન્ટી ઇંફ્લેમેટરી દવાઓ ન લો

આ દવાઓ સામાન્ય રીતે સોજો, માથાનો દુખાવો, પીરિયડ્સ, શરદી અને ફ્લૂની સારવાર માટે વપરાય છે. નિષ્ણાતોના કહેવા મુજબ, આ પ્રકારની દવા તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિને દબાવી દે છે અને જ્રે તેમ કોરોના વાયરસ સામે વેક્સીનનો ડોઝ લગાવતા હોય ત્યારે એન્ટીબોડીઝ ઘટાડી દે છે. તેથી NSAIDS ગ્રુપ અંતર્ગત આવતી તમામ દવાઓ કોવિડ-19 વેક્સીનનો ડોઝ લગાવતાં પહેલા અને લગાવ્યા બાદ ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.

કેટલા લોકોને અપાઈ રસી

6 માર્ચ સુધી દેશભરમાં 2 નવેમ્બર 9 લાખ 22 344 સ્વાસ્થ્યકર્મીઓ, વૃદ્ધો અને કોરોના વોરિયર્સને કોવિડ-19ની રસી આપવામાં આવી ચુકી છે. ગઈ કાલે શનિવારે 14 લાખ 24 હજાર 693 લોકોને રસી આપવામાં આવી છે.

સતત બીજા દિવસે 18થી વધુ કેસ

દેશમાં કોરોના સંક્રમણે એકવાર ફરી ગતિ પકડી છે. સતત બીજા દિવસે 18 હજારથી વધુ કોરોના વાયરસના નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 18,711 નવા કેસ નોંધાયા હતા અને 100 લોકોના કોરોનાથી મૃત્યુ થયું છે. જો કે, 14,392 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આ પહેલા શુક્રવારે 18,284 નવા કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, દેશમાં હવે કોરોના વાયરસના કુલ કેસ વધીને એક કરોડ 12 લાખ 10 હજાર 799 થઈ ગયા છે. અત્યાર સુધી કુલ 1 લાખ 57 હજાર 756 લોકોના મોત થયા છે. જ્યારે 8 લાખ 68 હજાર 520 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા થયા છે. દેશમાં હાલમાં એક્ટિ કેસની સંખ્યાં 1 લાખ 84 હજાર 523 થઈ ગઈ છે.