Curd For Weight Loss: દહીંમાં એવા અનેક ગુણો છે. જેના કારણે જ તે ભારતીય ઘરનું પ્રમુખ ફૂડ બની ગયું છે. રાયતાથી માંડીને ગ્રેવિજ અને ચાસ સુધી તેનો ઉપયોગ થાય છે.. ફિટેનેસ કોન્શિયસ લોકો માટે આ ફેવરિટ ફૂડ છે. દહીંમાં વિટામિન બી12, મીનરલ્સ અને પોટેશિયમ, મેગ્નેશિયમનો ખજાનો છે.
દહીં હાઇબ્લડપ્રેશર અને પાચન સંબંઘિત સમસ્યામાં ઓષઘનું કામ કરે છે. વેઇટ લોસમાં પણ દહીં એક કારગર ફૂડ છે.
પાચનમાં મદદ કરે છે
દહીંમાં પ્રોબાયોટિક તત્વ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે પાચનમાં મદદ કરે છે. દહીમાં રહેલા ગૂડ બેક્ટરિયા આંતરડાની ગતિવિધિને સુધારે છે.ખરાબ પાચનના કારણે જ વજન વધે છે કારણ કે આપણે તેના પોષણ તત્વોને સારી રીતે અવશોશિત નથી કરતા, જો શરીરમાં જમા કચરો બહાર ન નીકળે તો તે બીમારીનું કારણ બને છે.
પ્રોટીનથી ભરપૂર
ડેરી પ્રોડક્ટ હોવાથી દહીં પ્રોટીનથી ભરપૂર છે. એક રિસર્ચ મુજબ ગ્રીક યોગાર્ટના એક ઔંસમાં પ્રોટીન 12 ગ્રામ હોય છે, એક રિસર્ચ મુજબ હંગ કર્ડને વજન ઉતારવા માટે દહીંના ફુલ ફેટની તુલનામાં બેસ્ટ વિક્લ્પ માનવામાં આવે છે. પ્રોટીન આપને લાંબા સમય સુધી ભૂખ નથી લાગવા દેતું, આ રીતે આપ ફેટવાળા ફૂડ ખાતા પણ બચો છો. દહીંથી પેટ ભરાઇ જાય છે. દહીમાં 70-80 % પાણી હોય છે જેથી પણ તે વજન ઉતારવામાં કારગર છે.
કેલ્શિયમ સમૃદ્ધ ફૂડ
દહીં કેલ્શિયમથી સમૃદ્ધ છે. તેનો અંદાજ તે રીતે લગાવી શકાય કે, 100 ગ્રામ દહીંમાં લગભગ 80 મિલિગ્રામ કેલ્શિયમની માત્રા હોય છે. દહીમાં કેલ્શિયમની ભરપૂર માત્રા આપના દાંત અને હાડકાંને મજબૂત કરવાની સાથે વજન ઉતારવામાં પણ મદદ કરે છે. રિસર્ચનો દાવો છે કે, દહીંમાં રહેલું કેલ્શિયમ આપનું મોટાબિલિઝમની ગતિ વઘારે છે અને વેઇટ લોસમાં મદદ કરે છે.