દહીં પ્રોટીન વિટામિન કેલ્શિયમથી ભરપૂર છે એટલે જ દૂધ કરતા દહીને વધુ સ્વાસ્થ્યવર્ધક ગણવામાં આવે છે. દહીમાં લેક્ટોઝ, આયર્ન, ફોસ્ફરસ, કેલ્શિયમ છે. દિવસમાં એક વાટકી દહીના સેવનાથી શરીરને એક નહી અનેક ફાયદા થાય છે.
દહી રોગપ્રતિકારક ક્ષમતાને વધારે છે. દહીમાં બેક્ટરિયાનું પ્રમાણ વધારે હોય છે. વિટામીન અને મીનરલથી ભરપૂર હોવાથી તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
ગરમીમાં દહીં હિતકારક છે, તે બોડીની હિટ ઓછી કરે છે. લૂ લાગી ગઇ હોય તેમાં પણ દહી ઔષધનું કામ કરે છે. તે શરીરને હાઇડ્રેઇટ રાખે છે..લૂ લાગી ગઇ હોય તો દહીંમાં જીરૂ સિંધાલૂ નાખીને સેવન કરવાથી રાહત મળે છે
દહીં કોલેસ્ટ્રોલને પણ ઘટાડે છે. તેથી વજન ઉતારવામાં પણ હિતકારી છે. દહીંના સેવનથી પેટ ફુલવા જેવી સમસ્યાથી પણ છૂટકારો મળે છે. દહીં કોલેસ્ટ્રોલ ઘટાડતું હોવાથી હાર્ટ સંબંધિત સમસ્યા દૂર રહે છે. બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત રાખે છે.
દહીં દાંત માટે પણ ખૂબ ફાયદાકારક છે. તેમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ પુષ્કળ પ્રમાણમાં હોય છે. તે હાડકાંને મજબૂત કરવા માટે પણ ખૂબ ફાયદાકારક છે. તે ઓસ્ટિઓપોરોસિસ અને સંધિવાને દૂર કરવા માટે કામ કરે છે.