Health tips: પાણી આપની ત્વચા શરીર માટે ખૂબ જ શ્રેષ્ઠ છે. પાણીથી એક નહીં અનેક બીમારોનો ઇલાજ શક્ય છે.જો કે કેટલીક વખત આપને પાણી પીવું ભારે પડી શકે છે.
પાણી આપની ત્વચા શરીર માટે ખૂબ જ શ્રેષ્ઠ છે. પાણીથી એક નહીં અનેક બીમારોનો ઇલાજ શક્ય છે.જો કે કેટલીક વખત આપને પાણી પીવું ભારે પડી શકે છે. ક્યારેય પણ હેવી વર્કઆઉટ બાદ તરત જ પણી ન પીવો.પાણી પીધા બાદ તરત જ સૂવુ ન જોઇએ. જો આપને તીખું લાગ્યું હોય તો પાણી ન પીવો તેની જગ્યાએ દુધ પીવો
ક્યારેય પણ ભોજન કર્યાં પહેલા અને ભોજન બાદ પાણીનું સેવન ન કરો. જે પાણીમાં આર્ટીફિશયલ મીઠાસ હોય તેને પીવાનું કરવાનું ટાળવું જોઇએ. આવા પાણીનું સેવન સ્વાસ્થ્ય માટે હિતકારી નથી.જો આપ જરૂરિયાતથી વધુ પાણી પીવો છો તો આપના શરીરમાં સોડિયમની માત્રા ઘટી જાય છે, જેના કારણે ચકકર આવે છે અને થકાવટ લાગે છે.
Health tips: આપ હાયપર એસિડિટિના પેશન્ટ છો, આ રૂટીનને ફોલો કરીને મેળવો છૂટકારો
આજની આપણી ભાગદોડ ફરી જિંદગી અને અનિયમિત આહારશૈલીના કારણે ગેસ એસિડીટિ હવે એક સામાન્ય સમસ્યા થઇ ગઇ છે. જેના કારણે પેટમાં માથામાં દુખાવો થાય છે. દર્દીને ચક્કર આવે છે.
આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે એક અકસીર ઘરેલુ નુસખો છે. જેના દ્રારા આપ આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.
આખું જીરૂં ગેસ, એસિડીટિ અને પેટ ફુલવાની સમસ્યામાં કારગર છે. આ જીરાનું કેવી રીતે સેવન કરવાથી આપ ગેસની સમસ્યાથી મુક્તિ મેળવી શકો. જાણીએ.
રાત્રે એક ગ્લાસ પાણીમાં 2 ચમચી જીરૂ પલાળી દો. સવારે આ પાણીને ગાળી લો અને ખા પેટે તેનું સેવન કરો. જો રાત્રે જીરૂ પલાળવાનું ભૂલાય જાય તો આપ સવારે એક ગ્લાસ પાણીમાં 2 ચમચી જીરૂ નાખીને તેને ઉકાળું ત્યારબાદ નવશેકુ થાય બાદ સેવન કરી શકો છો.
આ પ્રયોગથી ઝડપથી ગેસથી થતી સમસ્યાથી મુક્તિ મળે છે. ઉપરાંત તુલસી અને મરીને મિક્સ કરીને નવશેકા પાણી સાથે પીવાથી પણ ગેસની સમસ્યાથી મુક્તિ મળે છે.
Disclaimer: એબીપી ન્યૂઝ આ લેખમાં ઉલ્લેખિત પદ્ધતિઓ, અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આ માહિતીને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા નિષ્ણાંતની સલાહ અવશ્ય લો..