Benefits of Eating Garlic:લસણ અનેક વ્યંજનમાં સ્વાદ માટે ઉમેરવામાં આવે છે પરંતુ તેના સ્વાસ્થ્યલક્ષી પણ અનેક ફાયદા છે. તે અનેક બીમારીને દૂર રાખવાની ક્ષમતા ધરાવે છે. કાચુ લસણ ખાલી પેટ ખાવાના પણ અનેક ફાયદા છે.


લસણમાં એન્ટીબેકટેરિયલ અને એન્ટીફંગલ ગુણ છે,. તેમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ છે. લસણ ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે. જાણીએ લસણ ખાવાથી શું ફાયદો થાય. વજન વધવાની સમસ્યામાં લસણ ગુણકારી છે. ખાલી પેટ 3-4 કળી કાચું લસણ ખાવાથી વજન ઉતારવામાં મદદ મળે છે. 


કાચું લસણ ડાયાબિટિશના દર્દી માટે પણ ઉપકારક છે. જે બ્લડના ગ્લૂકોઝ લેવલને કન્ટ્રોલ કરે છે. ડાયાબિટીશના ખતરાનો ઘટાડે છે. પાચનને પણ લસણ સુધારે છે. જો આપ ગેસની સમસ્યાથી પરેશાન હો તો રોજ સવારે લસણ ખાવું જોઇએ. 


દાંતને પણ લસણ મજબૂત રાખે છે. તેમાં એન્ટીબેકટેરિયલ ગુણ હોય છે,. જે દાંત સડનની સમસ્યાથી પણ બચાવે છે અને દાંત મજબૂત બને છે. લસણ સ્કિન માટે પણ ફાયદાકારક છે, તેમાં ભારી માત્રામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે. જે ત્વચાને નિખારે છે.સ્કિન મોશ્ચર પણ રાખે છે. 


શિયાળામાં વેઇટ લોસ અને ઇમ્યુનિટી વધારવા માટે ટ્રાય કરો આ સુપર ડ્રિન્ક


શિયાળાનો પ્રારંભ થઇ ચૂક્યો છે. કકડતી ઠંડીમાં સવારમાં વર્કઆઉટ કરવા જવાનું મન ન થાય તે સ્વાભાવિક છે. આ સ્થિતિમાં વજન વધી જવાની શક્યતા વધી જાય છે. કેટલાક સુપર ડ્રિન્ક એવા છે, જેનાથી વજન ઘટે છે સાથે ઇમ્યુનિટી પણ બૂસ્ટ થાય છે. 


બીટનું જ્યુસ શિયાળામાં સૌથી બેસ્ટ ઓપ્શન છે.બીટને ડાયટમાં સામેલ કરવાથી આયરનની કમીને દૂર કરી શકાય છે. બીટના જ્યુસના સેવનથી પેટની ચરબીને ઘટાડી શકાય છે.ગાજર આપની સ્કિનને નેચરલી ગ્લોઇંગ બનાવે છે. વેઇટ પણ કન્ટ્રોલ કરે છે.જમ્યા બાદ પણ ગાજરનું  જ્યુસ પી શકાય છે. ગાજર પોટેશિયમ, આયરનથી ભરપૂર છે. 


આમળાનું જ્યુસ વેઇટ લોસ માટે કારગર છે.તેનાથી પાચનતંત્ર પણ મજબૂત બને છે.આંબળા વિટામિન ‘સી’થી ભરપૂર છે. તેનાથી સ્કિન ગ્લોઇંગ બને છે. એપ્પલ સાઇડર વિનેગરને પાણીમાં મિક્સ કરીને પીવાથી ત્વચામાં નિખાર આવવાની સાથે તે વેઇટ લોસમાં પણ કારગર છે.નારિયેળ પાણી લો કેલેરી ડ્રિન્ક છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ્સ, એમિનો એસિડ્સ, એન્ઝાઇમ્સ, બી-કોમ્પ્લેક્સ વિટામિન્સ, વિટામિન-સી જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે. તે વજનને નિયંત્રિત કરવાની સાથે શરીને હાઇડ્રેટ રાખી શકો છો.