What Is The Best Season Of Ice Cream: ઉનાળામાં ઠંડક મેળવવા માટે લોકો આઈસ્ક્રીમ ખાય છે, પરંતુ શું આપ જાણો છો કે ઉનાળામાં આઈસ્ક્રીમ ખાવાથી શરીરમાં ગરમી વધી શકે છે. ઉનાળામાં આઈસ્ક્રીમ ખાવું સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક છે.
કાળઝાળ ગરમીથી રાહત મેળવવા લોકો આઇસક્રીમ ખાય છે. ઉનાળામાં બાળકોથી લઈને વડીલો સુધી તમે આઈસ્ક્રીમ ખાતા જોવા મળશે. ઉનાળામાં મોટાભાગના ઘરોમાં જમ્યા પછી આઈસ્ક્રીમ પીરસવામાં આવે છે. આઈસ્ક્રીમ એ બાળકોની ઓલ ટાઈમ ફેવરિટ વસ્તુ છે. લોકોને લાગે છે કે આઈસ્ક્રીમ ખાવાથી શરીરને ઠંડક મળે છે અને ગરમીથી રાહત મળે છે. પરંતુ શું તમે જાણો છો કે આઈસ્ક્રીમ ખાવામાં ઠંડો હોય છે પરંતુ તેની અસર ગરમ હોય છે. આવી સ્થિતિમાં ઉનાળામાં આઈસ્ક્રીમ ખાવું તમારા સ્વાસ્થ્ય માટે ભારે પડી શકે છે. ઉનાળામાં આઈસ્ક્રીમ ખાવાથી પેટની ઘણી સમસ્યાઓ થઈ શકે છે. શું તમે જાણો છો કે તમારે ઉનાળામાં આઈસ્ક્રીમ ખાવો જોઈએ કે નહીં અને આઈસ્ક્રીમ ખાવા માટે કઈ સિઝન શ્રેષ્ઠ છે?
શું ગરમીમાં આઇસ્ક્રિમ ખાવો યોગ્ય છે?
ઉનાળામાં ઠંડકનો અહેસાસ કરાવવા માટે લોકો સૌથી વધુ આઈસ્ક્રીમ ખાય છે. લોકોને લાગે છે કે આઈસ્ક્રીમ ખાવાથી શરીરની ગરમી દૂર થઈ જશે. જો તમે પણ એવું જ વિચારો છો તો એવું બિલકુલ નથી. આઈસ્ક્રીમ ખાવામાં ભલે ઠંડો હોય પણ તેની અસરમાં તે ગરમ હોય છે. આઈસ્ક્રીમમાં ચરબીનું પ્રમાણ વધુ હોવાને કારણે તે શરીરની અંદર ગરમી બનાવે છે. આ જ કારણ છે કે આઈસ્ક્રીમ ખાધા પછી વ્યક્તિને ખૂબ તરસ લાગે છે. ઉનાળામાં આઈસ્ક્રીમ ખાવાથી તમને ઘણી સમસ્યાઓ થઈ શકે છે. ઉનાળામાં આઈસ્ક્રીમથી પેટની સમસ્યા થઈ શકે છે. આઈસ્ક્રીમ ખાવાથી ગળામાં ખરાશ અને શરદી ઉકળાટ થઈ શકે છે. આપ ગરમીમાં ઠંડકનો અહેસાસ કરવા માટે આઈસ્ક્રીમ ખાઈ શકો છો, પરંતુ તેનું વધુ પ્રમાણ નુકસાનકારક સાબિત થઇ શકે છે.
ઠંડીમાં આઇસક્રિમ ખાવાથી શું થાય છે
ઘણા લોકો શિયાળામાં આઈસ્ક્રીમ ખાતા નથી. તેમને લાગે છે કે આઈસ્ક્રીમ ખાવાથી ગળું ખરાબ થઈ જશે, પણ એવું બિલકુલ નથી. શિયાળામાં આઈસ્ક્રીમ ખાવાના ઘણા ફાયદા છે. શરદીના કારણે થતા ગળાના દુખાવામાં આઈસ્ક્રીમ ખાવાથી રાહત મળે છે. આઈસ્ક્રીમમાં તમને કેલ્શિયમ અને પ્રોટીન મળે છે. એટલા માટે તમે શિયાળામાં કોઇ પણ પ્રકારના ખચકાટ વગર આઈસ્ક્રીમ ખાઈ શકો છો. આ ખાવાથી તમને શરદી નહીં થાય અને ગળામાં પણ આરામ મળશે.
આઇસ્ક્રિમ ખાવાની સૌથી ઉત્તમ ઋતુ કઇ છે?
આપ આખા વર્ષમાં ગમે ત્યારે આઈસ્ક્રીમ ખાઈ શકો છો, પરંતુ જો આપ હળવા ઉનાળામાં અને હળવા શિયાળામાં આઈસ્ક્રીમ ખાઓ છો, તો તે તમને નુકસાન પહોંચાડશે નહીં. ધ્યાન રાખો કે તડકા અને ગરમીમાં ક્યારેય આઈસ્ક્રીમ ન ખાવો. આ તમારી મુશ્કેલી વધારી શકે છે. તમે કોઈપણ સિઝનમાં આઈસ્ક્રીમ ખાઈ શકો છો.
Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.