નવું  ટી-શર્ટ ખરીદતી વખતે, જો તમને  સાઈઝ પસંદ કરવામાં તકલીફ પડતી હોય, તો આ સરળ ટિપ્સ આપની  મદદ કરશે.


સામન્ય રીતે આપણી સાથે એવું ઘણીવાર એવું બને છે કે આપણે ટી-શર્ટ લેવા ગયા હોય  અને રી સાઈઝનો અંદાજ લગાવવો મુશ્કેલ થઈ જાય છે. આપણી પાસે એવી ઘણી ટી-શર્ટ હોય  છે જેનું ફિટિંગ ખૂબ જ સારું હો  છે અને ફરીથી એ જ સમાન ફિટીંગવાળી ટી-શર્ટ લેવામાં મુશ્કેલી પડે છે. ખાસ કરીને જ્યારે આપણે  સ્ટ્રીટ શોપિંગ કરીએ છીએ તો ત્યાં કોઈ ટ્રાયલ રૂમની સુવિધા નથી હોતી, જેથી  સાઇઝનો અંદાજ લગાવવો મુશ્કેલ થઇ જાય છે.  આવી સ્થિતિમાં, આપણે ખૂબ જ મૂંઝવણમાં હોઈએ છીએ કે કઈ ટી-શર્ટ આપણી સાઈઝની છે. આ રીતે, જો તમારે ક્યારેય ઓનલાઈન શોપિંગ કરવું પડશે, તો તમે શું કરશો? આ માટે તમારી સાઈઝને યોગ્ય રીતે જાણવી ખૂબ જ જરૂરી છે. જેથી ભવિષ્યમાં તમારે સાઈઝની ચિંતા ન કરવી પડે, તો ચાલો જાણીએ કેટલીક ટિપ્સ જેનાથી તમે સરળતાથી તમારી સાઈઝની ટી-શર્ટ લઈ શકશો.


સ્ટેપ -1


પહેલા એ જાણવું જરૂરી છે કે, તમે કયા પ્રકારનું ટી-શર્ટ પહેરવા અથવા લેવા માંગો છો. જેમ કે- V નેક ટી-શર્ટ, પોલો, સ્કૂપ, બોટ નેક, સેન્ડલ શોલ્ડર, ઓફ શોલ્ડર, યોગા, રિંગર વગેરે. તમારે નક્કી કરવાનું છે કે તમારે કયા પ્રકારનું ટી-શર્ટ જોઈએ છે.


સ્ટેપ -2


સો પ્રથમ ટીશર્ટ સાઇઝ મુજબ ખરીદતી વખતે બ્રાની સાઇઝને ધ્યાનમાં રાખો. જો આપને ફિટિગ વાળી ચુસ્ત ટીશર્ટ જોઇએ તો બ્રાઇની સાઇઝ મુજબ જ ટીશર્ટની ચેસ્ટની સાઇઝ પસંદ કરો, લૂઝ જોઇતું હોય તો ચેસ્ટની સાઇઝથી બે ઇંચ મોટી સાઇઝ પસંદ કરો.  આ ટિપ્સથી સાઇઝની સમસ્યા આપો   સમાપ્ત થઈ જશે.


સ્ટેપ -3


તમારે તમારા ટી-શર્ટને  વેજાઇનલના વિસ્તારથી એક ઇંચ ઉપર (જો તમે ટૂંકા કદ લેવા માંગતા હોવ) અને વેજાનઇલના વિસ્તારથી એક ઇંચ નીચે (જો તમે લાંબી સાઇઝ લેવા માંગતા હોવ તો) માપવા જોઈએ. 1 ઇંચનું માર્જિન એટલા માટે છે કારણ કે ઘણી વખત હાથ ઉંચો કરવા અથવા અન્ય કોઈ પ્રવૃત્તિ કરવાને કારણે ટી-શર્ટ વધુ ઊંચી ન થાય.


સ્ટેપ -4


બેલી  બટનથી 2 ઇંચ ઉપર માપો આ  શરીરનો  સૌથી પાતળો ભાગ છે અને તેને વેસ્ટ કહેવામાં આવે છે. તેને માપતી વખતે તમારા પેટને ફુલાવશો નહીં, પરંતુ તેને સામાન્ય રહેવા દો. પેટને વધુ પડતું દબાવવાથી પણ ખોટુ માપ આવશે અને વધુ ફુલાવવાનું પણ યોગ્ય નહીં હોય. જો તમે ઇચ્છો તો, 2 ઇંચને બદલે, પેટના બટનની ઉપર 1 ઇંચનું કદ પસંદ કરો. જેની મદદથી તમે તમારી ટી-શર્ટને વધુ ફ્રી રાખી શકો છો. આવી સ્થિતિમાં, કમરની સાઇઝમાં લૂઝ ફિટ ટી-શર્ટ ખરીદી શકાય છે.


સ્ટેપ -5


જો તમે ટી-શર્ટની ઓનલાઈન ખરીદી કરી રહ્યા હો તો  સાઈઝ ચાર્ટ પર  ધ્યાન આપવું જરૂરી છે. જુદી જુદી  બ્રાન્ડ્સ મુજબ સાઇઝ ચેન્જ થતી હોય છે. જેથી સાઇઝ ચાર્ટને ધ્યાનમાં રાખીને જ ખરીદી કરો.