મહેસાણાના વિજાપુરના જેપુર ગામે ફ્રિજ બ્લાસ્ટની ભયંકર ઘટના બની છે. અહીં ગેસ ચાલુ કરતા જ રસોડામાં ધડાકાભેર ફ્રીઝમાં બ્લાસ્ટ થયો હતો. જેમાં પિતા અને પુત્ર ખૂબ ખરાબ રીતે દાઝી ગયા હતા જ્યારે પત્નીને પણ સામાન્ય ઇજા પહોંચી છે. આ ઘટના એક લાલબતી સમાન છે. તો જાણીએ કે ફ્રિજમાં આખરે બ્લાસ્ટ કેમ થાય છે અને આવી દુર્ઘટના ટાળવા શું સાવધાની રાખવી જોઇએ।

Continues below advertisement

રેફ્રિજરેટરમાં વિસ્ફોટના સમાચાર સામાન્ય નથી. તમે તાજેતરમાં આવી કોઈ ઘટનાઓ વિશે સાંભળ્યું હશે. જોકે, એ વાત 1૦૦% સાચી છે કે રેફ્રિજરેટરમાં બ્લાસ્ટથઇ શકે છે અને મોટા અકસ્માતો સર્જી શકે છે. જાલંધરના અવતાર નગરમાં બનેલી તાજેતરની ઘટના તમને તમારા રેફ્રિજરેટર વિશે સતર્ક રહેવાની ચેતવણી આપે છે, કારણ કે આવો તો કોઇને સપનેય ખ્યાલ ન હોય કે, ઘરનું રેફ્રિજરેટર દુર્ઘટનાનું કારણ બની શકે છે.તો રેફ્રિજરેટર વિસ્ફોટના સંભવિત કારણો વિશે જાણીએ અને આવી દુર્ઘટનાને રોકવા માટે  તમે શું કરી શકો છો તે પણ જાણીશું.

જ્યારે આપણે રેફ્રિજરેટરમાં વિસ્ફોટ થવાની વાત કરીએ છીએ, ત્યારે રેફ્રિજરેટર પોતે વિસ્ફોટ કરતું નથી, પરંતુ તેનો એક ભાગ છે. તે ભાગને કોમ્પ્રેસર કહેવામાં આવે છે. કોમ્પ્રેસર રેફ્રિજરેટરની પાછળ હોય  છે. તેમાં એક પંપ અને એક મોટર છે. આ મોટર પંપ દ્વારા રેફ્રિજન્ટ ગેસ કોઇલમાં મોકલે છે. જેમ જેમ આ ગેસ ઠંડુ થાય છે અને પ્રવાહીમાં ફેરવાય છે, તે રેફ્રિજરેટરમાંથી ગરમી શોષી લે છે અને અંદરની દરેક વસ્તુને ઠંડુ કરે છે. સામાન્ય રીતે રેફ્રિજરેટર આ રીતે કાર્ય કરે છે.

Continues below advertisement

જ્યારે સામાન્ય સ્થિતિ અસામાન્ય બને છે, ત્યારે કોમ્પ્રેસર વિસ્ફોટ કરી શકે છે. જેમ જેમ કોમ્પ્રેસર રેફ્રિજન્ટને સતત ફરતું રાખે છે, તેમ તેમ રેફ્રિજરેટરનો પાછળનો ભાગ ગરમ થાય છે. આનાથી કન્ડેન્સર કોઇલ સંકોચાય છે, જે ગેસનો માર્ગ અવરોધે છે અને તેને બહાર નીકળતો અટકાવે છે. જેમ જેમ ગેસ કોઇલમાં એકઠો થાય છે, તેમ તેમ દબાણ વધે છે. ચોક્કસ બિંદુથી આગળ, આ દબાણ ખતરનાક વિસ્ફોટ તરફ દોરી શકે છે.         

કેટલું છે રિસ્ક

આવી ઘટનાઓ સામાન્ય ન હોવાથી, એવું માની શકાય છે કે, રેફ્રિજરેટર સરળતાથી વિસ્ફોટ થતા નથી. જો કે, જો તમારી પાસે 10 વર્ષથી વધુ જૂનું રેફ્રિજરેટર હોય અને તમે તેનો ઉપયોગ કરી રહ્યા હોવ, તો તમારે સાવધ રહેવાની જરૂર છે. રેફ્રિજરેટર જેટલું જૂનું થાય છે, વિસ્ફોટનું જોખમ એટલું જ વધારે હોય છે. જૂના રેફ્રિજરેટર સાથે તમારે વધુ સાવધાની રાખવાની જરૂર છે.