Hair care tips:જો તમારા વાળ સતત ખરવાના કારણે ખૂબ જ પાતળા થઈ ગયા છે, તો તમે આ ઉપાયો અપનાવીને તેને ઠીક કરી શકો છો.
આજકાલ મોટાભાગના લોકોની વાળને લઇને અનેક સમસ્યા હોય છે. વાળ પાતળા થવા, ખરવા લાગવા, વાળમાં કેમિકલયુક્ત ઉત્પાદનોનો ઉપયોગ અને અયોગ્ય આહાર ન લેવાને કારણે પણ વાળ ખરવા લાગે છે.
આવી સ્થિતિમાં, તમારે તમારા વાળની વધુ કાળજી લેવાની જરૂર છે. તો આવો અમે તમને અહીં આવા જ કેટલાક ઘરેલું ઉપાય જણાવીએ. જેનાથી હેર સ્ટ્રોન્ગ અને લોન્ગ બનશે.
નારિયેળ અને ઓલિવ ઓઈલ
વાળને ઘટ્ટ અને ઘટ્ટ બનાવવા માટે તમે અઠવાડિયામાં 3 વખત શેમ્પૂ કરતા પહેલા ઓલિવ ઓઈલ અને નારિયેળ તેલનું મિશ્રણ વાળમાં લગાવી શકો છો. તેનાથી વાળ જાડા બનશે. .
આમળા- આમળા વાળની સાચી દવા છે. પાતળા વાળને ઘટ્ટ કરવા માટે તમે આમળાને પલાળીને સવારે પાણીથી માથું ધોઈ શકો છો. તમારે એવા તેલનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરવો પડશે જે ઓછું ચીકણું હોય, તમે નારિયેળ અથવા રોઝમેરી તેલનો ઉપયોગ કરી શકો છો.
જાસૂદના ફુલ
જાસુદના ફુલનો હેર પેક બનાવીને વાળમાં લગાવશો તો પાતળા વાળ જાડા થઈ જશે. આપના વાળ પર 30 મિનિટ માટે આ હેર માસ્ક છોડી દો, પછી તમારા માથાને શેમ્પૂથી ધોઈ લો. સારા પરિણામો માટે, અઠવાડિયામાં બે વાર હેર માસ્ક લાગાવો.
ભીના વાળને બ્રશ ન કરો
આપના ભીના વાળ પર કાંસકો કરવાનું ટાળવું જોઈએ. તેનાથી વાળ વધુ તૂટે છે. વાળ ખેંચીને બાંધવાનું પણ ટાળવું જોઈએ. હેરસ્ટાઇલ કરતી વખતે વાળને થોડા ઢીલા બાંધો જેથી વાળ ખેંચાઈ ન જાય,
ડુંગળીનો રસ
પાતળા વાળને ઘટ્ટ બનાવવા માટે તમારે ડુંગળીના રસનો ઉપયોગ કરવો જોઈએ, જો તમે અઠવાડિયામાં 3 દિવસ ડુંગળીના રસથી તમારા વાળ ધોશો તો તમારા વાળ ઘટ્ટ થઈ જશે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.