Child Tantrums and Milk Feeding: કેટલાક બાળકો હંમેશા દૂધ પીવામાં નખરા કરે  છે. આવા બાળકોની ઊંચાઈ વધારવા અને હાડકાંને મજબૂત કરવા માટે શું ખવડાવવું તેને લઇને પેરેન્ટસ ચિંતિત રહે છે. દૂધના બદલે આ બાળકને આ ફૂડ આપી શકાય છે.


વૃદ્ધો અને  બાળકોને વધારાના પોષણની જરૂર હોય છે. જેથી તેમની ઉંચાઈ અને હાડકાંનો વિકાસ યોગ્ય રીતે થઈ શકે. પરંતુ સામાન્ય રીતે આ પોષણની જરૂરિયાત માત્ર ખોરાક દ્વારા પૂરી થતી નથી. આ જ કારણ છે કે ડોકટરો અને આરોગ્ય નિષ્ણાતો એ હકીકત પર ઘણો આગ્રહ રાખે છે કે બાળકોને દૂધ પીવડાવવું જ જોઈએ. પરંતુ માતા-પિતા સામે મોટી સમસ્યા એ છે કે જે બાળકો તેનું  બાળક દૂધનુ નામ પડતાં જ ભાગી જાય છે. તો દૂધનો હેલ્થી વિકલ્પ બીજો ક્યો છે. જાણીએ


 કેટલાક બાળકોને  લેક્ટોઝ ઇન્ટોલરેન્સની સમસ્યા હોય છે. આવા બાળકોને દૂધ પીતાની સાથે જ પેટમાં દુખાવો, લૂઝ મોશન, ઉલ્ટી, ગેસ બનવા જેવી સમસ્યાઓ થવા લાગે છે. પરંતુ તેમના શરીરને સ્વાસ્થ્ય અને સારી વૃદ્ધિ માટે પોષણની પણ જરૂર હોય છે. આવી સ્થિતિમાં માતા-પિતાએ શું કરવું જોઈએ જેથી કરીને તેમના બાળકને દૂધ જેવું પોષણ મળે અને દૂધને કારણે થતી સમસ્યાઓથી પણ બચી શકાય? અહીં તમને આ સવાલનો જવાબ જાણવા મળશે અને દૂધની જગ્યાએ બાળકોને આપી શકાય તેવા ખોરાકનું નામ સાંભળીને માત્ર બાળકો જ નહીં આપ  પણ ખુશ થઈ જશો. બાળકો આ ફૂડને ચાઉંથી આરોગશે કારણે તે આટલું જ ટેસ્ટી પણ છે.


 મોટાભાગના બાળકોની ઊંચાઈ કિશોરાવસ્થામાં વધે છે. એટલે કે, 12 થી 18 વર્ષ સુધી. જ્યારે કેટલાક કિસ્સાઓમાં 19-20 વર્ષની ઉંમર સુધી ઊંચાઈ વધી જાય છે. આ ઉંમરે બાળકોને આવા આહારની જરૂર હોય છે, જે તેમના શરીરને સંપૂર્ણ પોષણ આપી શકે. પરંતુ વિશ્વમાં માત્ર બે જ આહાર છે, જેમાં સંપૂર્ણ આહારનું સ્થાન છે. પ્રથમ દૂધ છે, જેના વિશે આપણે ઉપર વાત કરી છે કે જો બાળકોને તે પીવું પસંદ નથી, તો સમસ્યા છે. જ્યારે બીજો સંપૂર્ણ આહાર મધ છે.


મધ બધા બાળકોને ગમે છે અને આયુર્વેદ મુજબ મધ એક સંપૂર્ણ ખોરાક છે, જે બાળકોની ઉંચાઈ વધારવામાં, રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને બાળકોના હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. મધના ગુણો શું છે અને તેને બાળકોને કેવી રીતે ખવડાવવું, હવે જાણો તેના વિશે.


બાળકોને મધ કેવી રીતે અને ક્યારે ખવડાવવું?


મધના સેવન માટે કોઈ નિશ્ચિત સમય કે સ્થિતિ નથી. જો કે, જો તમે તેને ડ્રાય ફ્રૂટ્સ સાથે ખાઓ અથવા તેને સામાન્ય તાપમાને રાખવામાં આવેલા દૂધમાં મિક્સ કરીને પીશો તો તેના ગુણો વધે છે.બાળકોને નાસ્તામાં મધને બિસ્કિટ અથવા ટોસ્ટ પર લગાવીને પણ આપી શકાય છે.


મધના ફાયદા


શુદ્ધ મધમાં ઘણા પોષક ગુણ હોય છે. આ જ કારણ છે કે, જો કોઈ વ્યક્તિને શુગરની સમસ્યા ન હોય તો તેણે જીવનભર મધનું સેવન કરવું જોઈએ. તે સ્વસ્થ રહેવા અને ત્વચાને લાંબા સમય સુધી યુવાન રાખવામાં પણ મદદ કરે છે...



  •  આયરનઝીંક

  • એન્ટીઑકિસડન્ટો

  • એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો

  • એમિનો એસિડ

  • વિટામિન્સ

  • ખનિજો


આ તમામ ગુણધર્મો અને આ તત્વોનું યોગ્ય સંયોજન મધને કુદરતી રીતે સંપૂર્ણ ખોરાક બનાવે છે. જે બાળકો, વડીલો અને વૃદ્ધો માટે ફાયદાકારક છે.


 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.