Aadhar card safety tips:આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)નો દાવો છે કે, તેનો ડેટા બેઝ બિલકુલ સુરક્ષિત છે. પરંતુ તેમ છતાં પણ આપને કેટલીક બાબતો માટે  સાવધાની રાખવી જરૂરી છે નહિતો આધારના નંબરથી પણ આપની સાથે ફ્રોડ થઇ શકે છે. 


 આજે  દેશના મોટાભાગના લોકો પાસે તેમનું આધાર કાર્ડ અને આધાર નંબર છે. આધાર કાર્ડ માત્ર ઓળખ કાર્ડ નથી.  આ  બેન્કિંગ સંબંધિત કામ સહિતના અનેક કામકાજ માટે જરૂરી  દસ્તાવેજ છે કારણ કે તેમાં તમારી તમામ જરૂરી માહિતી છે. આ એક યુનિક ડોક્યુમેન્ટસ છે કારણ કે તેમાં આપને જરૂરી જાણકારી મળે છે.  જેમાં ડેમોગ્રાફિક અને બાયોમેટ્રિક ડિટેલ્સ સામેલ છે. જો કે યુનિક આઇડેન્ટીફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)નો દાવો છે કે, તેનો ડેટાબેઝ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.જો કે તેમ છતાં પણ આપને કેટલીક સાવધાનીનું પાલન કરવું જરૂરી છે. 


આધાર માટેની 10 સેફ્ટી ટિપ્સ
1.કોઇ પણ અનાધિકૃત વ્યક્તિ કે અજાણી વ્યક્તિ સાથે આપનો આધાર નંબર શેર ન કરો
2. ક્યારેય આપનો વન ટાઇમ પાસવર્ડ કોઇ પણ વ્યક્તિ કે એજન્સી સાથે શેર ન કરો. UIDAI કોઇ પ્રતિનિધિ કોલ દ્વારા આપને ઓટીપી નથી પૂછતું. તેથી આપનો ઓટીપી કોઇ સાથે શેર ન કરો. 
3. UIDAI ડિજિટલ આધારકાર્ડને પણ માન્યતા આપે છે. એટલા માટે પ્રિન્ટ સિવાય આપ આપના મોબાઇલ અથવા લેપટોપમાં તેની ડિજિટલ કોપી શેર કરી શકે છે. જો આપ તેને પબ્લિક મશીન પર ડાઉનલોડ કરી રહ્યાં હો તો તેની લોકલ કોપીને ડિલિટ કરવાનું ન ભૂલો.
4. બેઝિક વેરિફિકેશન અને બીજી ફીચર્સ માટે આપનો મોબાઇલ નંબર રજિસ્ટર કરો. જો આપે હજું સુધી આપનો મોબાઇલ નંબર રજિસ્ટર ન કર્યો હોય તો આપ નજીકના સેન્ટરમાં થઇને અપડેટ પણ કરાવી શકો છો. 
5. દસ્તાવેજને સબમિટ કરતી વખતે તેના હેતુનો હંમેશા ઉલ્લેખ કરો. ઉદાહરણ તરીકે જો આપ બેન્ક અકાઉન્ટ ખોલવા માટે આધારની ઝેરોઝ આપી રહ્યાં હો તો તેના પર ‘Identity proof for account opening only at <XYZ> Bank’ આવું લખી શકો છો. 
6. આપ UIDAIની ઓફિશ્યલ વેબસાઇટ પર જઇને સરળતાથી આપના આધારકાર્ડની હિસ્ટ્રીને ટ્રેક કરી શકે છે. અહીં આપ ડિટેલ્સ જાણી શકો છો કે, આપનું યૂનિક આઇડેન્ટિફિકેશન કોડ ક્યાં ઉપયોગ કરવામાં આવ્યું છે. 
7. આપ UIDAIની આધિકારિક વેબસાઇટ પર જઇને પણ ચેક કરી શકો છો કે, શું તેમાં આધાર બાયોમેટ્રીક લોક અથવા અનલોક સિસ્ટમ મોજૂદ છે કે નહીં. તેનાથી પણ આપની આધાર ડેટાની પ્રાઇવેસી સુરક્ષિત રહે છે. 
8. આપે નિયમિત રીતે આપના આધાર ટ્રાન્જેકશન પર વોચ રાખવી જોઇએ. તેના માટે આપ UIDAIની વેબસાઇટ પર લોગ ઇન કરી શકો છો.


9. આપના આધારની ડિટેલ્સ માત્ર UIDAI દ્વારા જ અધિકૃત એજેન્સી પર જઇને જ અપડેટ કરાવો.
10 ક્યારેય પણ આપનો આધાર નંબર સોશિયલ મીડિયા પર શેર ન કરો.