HBD: બોલિવૂડના વિવાદાસ્પદ કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય 14 જૂને એટલે કે આજે તેમનો 51મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેણે પોતાના કરિયરની શરૂઆત વર્ષ 1992માં ફિલ્મ અનમથી કરી હતી. ગણેશ આચાર્યના પિતા ગોપી પણ ડાન્સ માસ્ટર હતા. ગણેશ 10 વર્ષનો હતો ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું.
પિતાના અવસાન બાદ તેમનું બાળપણ અત્યંત ગરીબીમાં વીત્યું. ગણેશ આચાર્યનો અભ્યાસ પણ છૂટી ગયો હતો. નાની ઉંમરે તે તેની બહેન પાસે ગયો. ગણેશ આચાર્યએ સૌપ્રથમ તેમની બહેન કમલા આચાર્ય પાસેથી નૃત્યની તાલીમ લીધી હતી. આ પછી તે પ્રખ્યાત કોરિયોગ્રાફર કમલજીના આસિસ્ટન્ટ બન્યા. 12 વર્ષની ઉંમરે તેણે પોતાનું ડાન્સ ગ્રુપ બનાવ્યું. 19 વર્ષની ઉંમર સુધીમાં તે ખૂબ જ લોકપ્રિય બની ગયા હતા.
ઘટાડ્યું હતું 85 કિલો વજન
ગણેશ આચાર્યનું વજન એક સમયે 200 કિલો સુધી હતું. જોકે, વર્ષ 2017માં તેણે 85 કિલો વજન પણ ઘટાડ્યું હતું. ગણેશે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, તે ત્રણ કલાક જીમ અને સ્વિમિંગ કરતો હતો અને આ સાથે તેણે ડાયટમાં પણ ઘણો ફેરફાર કર્યો. ગણેશ આચાર્યના કહેવા પ્રમાણે- 'મેં રાત્રે આઠ વાગ્યા પછી અને સવારે 12 વાગ્યા પહેલાં કંઈ ન હતા ખાતાં . બાદ તે જીમ બાદ ફળો ખાતાં હતા. તેમજ રાત્રે માત્ર ગ્રીન ટી, બ્લેક ટી જેવો પ્રવાહી ખોરાક લેતા હતા.
વિવાદમાં રહ્યું નામ
ગણેશ આચાર્ય છેલ્લા કેટલાક સમયથી ઘણા વિવાદોમાં છે. તનુશ્રી દત્તાએ ફિલ્મ હોર્ન ઓકેના શૂટિંગ દરમિયાન તેના પર ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. , ગયા વર્ષે, એક મહિલાએ તેમની વિરુદ્ધ યૌન શોષણની FIR નોંધાવી હતી. મહિલા કોરિયોગ્રાફરે આરોપ લગાવ્યો હતો કે ગણેશે તેને બળજબરીથી પોર્ન બતાવ્યું હતું. આ સાથે જ એક વરિષ્ઠ બેકગ્રાઉન્ડ ડાન્સરે દાવો કર્યો હતો કે ગણેશ આચાર્યએ 90ના દાયકામાં તેનું યૌન શોષણ કર્યું હતું.