Ganesh Chaturthi 2022 Nariyal Modak : ગણેશ ઉત્સવ માટે નરિયેળ  મોદકની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. ગણેશ ચતુર્થી 2022 સ્થળોએ પંડાલો સજાવવામાં આવી રહ્યા છે, શિલ્પકારો પ્રતિમાને આખરી ઓપ આપી રહ્યા છે. આવી સ્થિતિમાં હવે ઘરોમાં મોદક  તૈયાર કરવામાં આવી રહ્યો છે, આપ  પણ ગણેશ ઉત્સવ 2022 ગણપતિ બાપ્પા તમારા ઘરોમાં સ્થાપિત કરવા માટે તૈયારી કરી રહ્યા હશો. , તો ચાલો આજે અમે તમને જણાવીએ કે કેવી રીતે નારિયેળ વડે ભગવાન ગણપતિના મનપસંદ મોદક ઘરે જ સરળતાથી બનાવી શકાય છે.


ટિવસ્ટ સાથે બનાવો મોદક


જો આપ પણ પૂજા સાથે ભગવાનના પ્રિય મોદક ધરાવવા માંગો છો તો તો આ મોદક અવશ્ય બનાવો, આપ જાણો છો કે ગણેશજીને મોદક ખૂબ જ પ્રિય  છે. જો કે મોદક ચોખાના લોટ અને માવાથી બનાવાય છે.  પરંતુ  આજે અમે આપને  નારિયેળમાંથી મોદક બનાવવાની રીત જણાવવા જઈ રહ્યા છીએ. તે સ્વાદિષ્ટ તો હશે જ, પરંતુ તેમાં ભરપૂર માત્રામાં પૌષ્ટિક તત્વો હોય છે. જાણીએ કોકોનટ લાડુની રેસિપી


નારિયેળ લાડૂ બનાવવા માટે સામગ્રી



  • 2- કપ સૂકું નાળિયેર

  • 3- ક્વાર્ટર કપ કન્ડેન્સ્ડ મિલ્ક

  • 1- ચમચી લીલી એલચી પાવડર

  • 2 -ચમચી ગુલાબજળ

  • 2 -ચમચી ઘી


નારિયેળ લાડૂ બનાવવાની વિધિ


સૌથી પહેલા એક ખાલી બાઉલ લો, તેમાં ઇલાયચી પાવડર, ગુલાબજળ અને કન્ડેસ્ડ મિલ્ક નાખીને મિક્સ કરો. આ બધું મિક્સ કરીને સારી રીતે મિશ્રણ તૈયાર કરો. આપ હાથેથી મોદકને શેપ આપી શકો છો. જો ન ફાવતું હોય તો બજારમાં તેના બીબા પણ મળે છે તેનો ઉપયોગ કરીને શેપ આપી શકો છો.


સૂકા નારિયેળમાં ઘણા પોષક તત્વો હોય છે. આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે. તેમાં કોપર હોય છે. તે તમને મગજની કાર્યક્ષમતા વધારે છે.  તે યાદશક્તિને તેજ કરવામાં મદદ કરે છે. તેમાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. તે શરીરમાં લોહીની ઉણપને પૂર્ણ કરવાનું કામ કરે છે. તે એનિમિયાની સમસ્યા સામે રક્ષણ આપવાનું કામ કરે છે. તેમાં ડાયેટરી ફેટ હોય છે. તે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે હૃદય સંબંધિત સમસ્યાઓ સામે રક્ષણ આપવાનું કામ કરે છે. તેમાં સેલેનિયમ હોય છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.