Ghee vs Butter: શું ઘીના સેવન કરતાં બટર વધુ હેલ્ધી છે? જાણો આ બંનેમાંથી ક્યો વિકલ્પ આપના માટે ઉત્તમ છે.
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે, ઘી અને બટર બંનેમાં હાઇ કોલેસ્ટ્રોલ વેલ્યૂ હોય છે. જેથી જે સ્વાસ્થ્ય માટે સારૂં નથી. એવું પણ કહેવાય છે કે, હાર્ટના હેલ્થ માટે બટર અને ઘી સારૂ નથી. સ્વાસ્થ્ય પર તેનો ખરાબ પ્રભાવ પડે છે. તો જાણીએ બંને સ્વાસ્થ્ય માટે હકીકતમાં કેટલા યોગ્ય છે.
ન્યુટ્રીશિનલ વેલ્યુ
ધી અને બટર બંને પોષક તત્વોનું પાવર હાઉસ છે. બંનેમાં વિટામિન એ, ઇ,એન્ટીઓક્સિડન્ટસ,રાઇબોફ્લેવિન, ફોરસ્ફરસ, કેલ્શિયમની માત્રા સારા પ્રમાણમાં છે.
ઇમ્યુનિટી પર અસર
બટર કોશિકાને ફ્રી રેડિકલ્સથી બચાવે છે. તે આંખોની રોશની વધારે છે. સાથે જ બ્રેસ્ટ અને પેટના કેન્સરથી પણ રક્ષણ આપે છે.
કેલેરી
ઘીમાં ફેટનું કોન્સન્ટ્રેશન વધુ હોય છે. તેમાં બટરની તુલનામાં કેલેરી કન્ટેન્ટ વધુ છે. જેમાં 1 ટેબલસ્પૂન ઘીમાં 120 કેલેરી હોય છે. બટરના 102 કેલેરી હોય છે.
લેક્ટોજ કન્ટેન્ટ
બટરની તુલનામાં ઘીમાં ઓછું મિલ્ક પ્રોટીનન્સ હોય છે. જેથી જે લોકોને મિલ્કથી એલેર્જી કે લેક્ટોજ ઇન્ટોરલરેન્સ છે તેમણે ઘીને બદલે બટરને જ પસંદ કરવું જોઇએ. જો કોઇ તેના ડેઇલી પ્રોટીન ઇનટેક માટે ડેરી પ્રોડક્ટ પર નિર્ભર રહે છે તો બેટર વધુ ઉત્તમ વિકલ્પ છે.
ફ્લેવર
ઘીમાં સહેજ નમકીન સ્વાદ છે, સફેદ માખણનો મીઠો એસેન્સ તેને બેકિંગ માટે પરફેક્ટ બનાવે છે. જો તમારે કોઈ સુગંધિત અને નમકીનવાળી વસ્તુ બનાવી રહ્યાં છો તો ઘી પસંદ કરો.
જેમકે આપણે જોઇ શકીએ છીએ કે તેમાં અંતર ઓછું અને સામ્યતા વધુ છે. તો જો કોઇ ઘીના બદલે બટર પસંદ કરો તો તે તેની ટેસ્ટ અને પર નિર્ભર છે. બંને વસ્તુને સપ્રમાણમાં ડાયટમાં સામેલ કરવું સેફ છે. જો કે અધિક માત્રા ચોક્કસ નુકસાનદાયક છે.