Health Tips: હાલ ગરમીનો પારો ઉંચે જઇ રહ્યો છે અને તેની સાથે સંક્રમણ પણ વધી રહ્યું છે. આ સ્થિતિમાં ગરમ ઉકાળાનું સેવન કરવું શક્ય નથી. તો ગ્રીન કોલ્ડ ટી એક એવો વિક્લ્પ છે, જે ગરમીમાં આપને કૂલ રાખવાની સાથે મહામારી સામે લડવા માટે સક્ષમ કરતું ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે.


તણાવ ઓછો કરે છે


દેશમાં હાલ મહામારીની સ્થિતિ બેકાબૂ થતાં લોકો તણાવમાં છે. તણાવને દૂર કરવા માટે કેટલાક લોકો મનોચિકિત્સકની સલાહ લેવા મજબૂર થઇ જાય છે. જો આપ પણ હાલ આવી જ પરિસ્થિતિમાં હો અને તણાવ મહેસૂસ કરી રહ્યાં હો તો ડાયટમાં કોલ્ડ ગ્રીન ટીને સામેલ કરી શકો છો. ગ્રીન ટીમાં એલ થેનાઇન નામનો એમીનો એસિડ હોય છે. તે પ્રાકૃતિક રીતે તણાવને ઓછો કરે છે.


ઇમ્યુનિટી બૂસ્ટર


શરીરમાં ઇમ્યૂનિટી વધારવા માટેની સામગ્રી ગ્રીન ટી ધરાવે છે. નિષ્ણાતોના મત મુજબ ગરમ ગ્રીન ટી કરતા કોલ્ડ ગ્રીન ટી એક શ્રેષ્ઠ ઇમ્યુનિટી બૂસ્ટર છે. ગરમ પીણું તૈયાર કરતી વખતે તેમાંનું એન્ટીઓક્સિડન્ટ બળી જાય છે. જ્યારે કોલ્ડમાં બધા જ તત્વો સલામત રહે છે. તેથી ઇમ્યૂનિટી બૂસ્ટર તરીકે પણ કામ કરે છે.


વિટામીન સીનો શાનદાર સ્ત્રોત


હાલ મહામારીના સમયમાં કોરોના વાયરસ સામે લડવા માટે વિટામીન સીના સેવનની ડોક્ટર સલાહ આપે છે. ગ્રીન ટીમાં વિટામીન સીનો સારો સ્ત્રોત છે. વિટામીન સી વાળ, ત્વચાની સુંદરતાને પણ બરકરાર રાખે છે. આપ ગરમીની સિઝનમાં ફુદીના જ્યુસમાં લીબુંનો રસ મિક્સ કરીને પીણું તૈયાર કરી શકો છો. જે શરીરને સ્વસ્થ રાખવાની સાથે શરીર માટે નુકસાનકાર દ્વવ્યોને દૂર કરીને શરીરને શુદ્ધ રાખે છે.


વજન ઓછું કરવામાં કારગર


ગ્રીન ટી વજન ઓછું કરવા માટેનો શ્રેષ્ઠ વિકલ્પ છે. જો કે તેના સ્વાદના કારણે તેનું સેવન મુશ્કેલ બની જાય છે. જો કે તેનાથી વિપરિત કોલ્ડ ગ્રીન ટીનો સ્વાદ સારો લાગે અને તે તાજગીથી પણ ભરી દે છે. તો ગરમી અને મહામારીના આ સમયમાં ઇમ્યૂનિટી વધારતી અને વજન ઓછું કરતું આ તાજગીભર્યુ પીણું એક શ્રેષ્ઠ વિકલ્પ છે.