Gua Sha Stone For Face Lift: આ કોરિયન બ્યુટી ઇક્વિપમેન્ટ છે, જેનો ઉપયોગ તમારી ત્વચાને માલિશ કરવા માટે થાય છે. તેનો ઉપયોગ કરવાથી તમારા ચહેરાની ચમક કુદરતી રીતે પાછી આવે છે.


 માર્કેટમાં સુંદરતા વધારવા માટે આજકાલ અનેક પ્રકારની પ્રોડક્ટ્સ અને બ્યુટી ટૂલ્સ આવી ગયા છે. આમાં અત્યારે સૌથી વધુ ટ્રેન્ડિંગ છે ગુઆ શા સ્ટોન. આ કોરિયન બ્યુટી ઇક્વિપમેન્ટ છે, જેનો ઉપયોગ તમારી ત્વચાને માલિશ કરવા માટે થાય છે. તેનો ઉપયોગ કરવાથી તમારા ચહેરાની ચમક કુદરતી રીતે પાછી આવે છે. આ ઉત્પાદનનો ઉપયોગ ફેસ લિફ્ટિંગ માટે થાય છે.


 ગુઆ શા સ્ટોન ના ફાયદા
તેનાથી રક્ત પરિભ્રમણ સુધરે છે. આ સાથે, તે ત્વચાના કોષોને સ્વસ્થ રાખવામાં અને  વધતી ઉંમરની અસરને ઓછી કરે છે.  તે જડબા અને ગરદનના તણાવને દૂર કરવામાં પણ મદદ કરે છે.


 તેનો આ રીતે ઉપયોગ કરો
તેનો ઉપયોગ કરવા માટે, તમે પહેલા તમારા ચહેરા પર હાઇડ્રેટિંગ ટોનર, એસેન્સ, સીરમ અથવા ફેસ ઓઇલ લગાવો.


 હવે ચિન પર એક હાથ મૂકો અને  ગુઆ શા પથ્થરનો ઉપયોગ કરો. તેને તમારા જડબાની રેખા સાથે અને ઉપરની તરફ તમારા કાન તરફ સરકવાનું શરૂ કરો. તમારા ચહેરાની બંને બાજુએ આજ ટિપ્સથી અપ્લાય કરો. હવે ચહેરાની વચ્ચે લઇ જાવ અને ગાલની સપાટી પર અપ્લાય કરો. બાદ કપાળ પર ગુઆ શા સ્ટોનને રાખો અને અને એકબાજુથી બીજી તરફ ફેરવો.


હવે ગરદન માટે ગુઆ શા સ્ટોનને મોટા કર્વનો ઉપયોગ કરતા ગરદનના શરૂઆતથી શરૂ કરીને ઉપરની તરફ લઇ જાવ. તેને ધીરે ધીરે પરંતુ મજબૂતીથી કરો. અને આ મૂવમેન્ટને જેટલીવાર ઇચ્છો દોહરાવી શકો છો. ચહેરાના સાફ કરવા માટે ભીના નપકિનથી લૂછી લો અને ચહેરાને બરાબર સાફ કરી લો


 Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા Live.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો