આ વાતમાં ડોકટરો, તેમના દર્દીઓ અને દવાના દુકાનદારો સૌને એક સરખો રસ પડવો જોઇએ. આપણો વર્ષોનો અનુભવ છે કે મોટા ભાગના ડોકટર તેમના પ્રીસ્ક્રિપ્શન ગરબડીયા અક્ષરોમાં લખતા હોય છે. દવાની દુકાને કાઉન્ટર પરના લોકો આ અક્ષરો કેમ ઉકેલી શકતા હશે તેની આપણને નવાઈ લાગે. હવે આ વાતમાં પણ ગૂગલે ચંચૂપાત કર્યો છે! ગૂગલે તેની લેન્સ સર્વિસને કામે લગાડી છે. હમણાં યોજાયેલી ગૂગલ ફોર ઇન્ડિયા કોન્ફરન્સમાં આ જાહેરાત કરતાં ગૂગલે જણાવ્યું કે થોડા સમયમાં ગૂગલની લેન્સ સર્વિસની મદદથી જો ડોકટરના પ્રીસ્ક્રિપ્શનનો ફોટોગ્રાફ લઇને તેને સ્કેન કરવામાં આવશે તો લેન્સ સર્વિસ ડોકટરના ગરબડિયા અક્ષરો ઉકેલી આપશે અને દવાના નામ સ્પષ્ટ અક્ષરોમાં દર્શાવશે.
ટાઇપ થયેલી કે પ્રિન્ટ થયેલી ટેકસ્ટને આ રીતે ગૂગલ લેન્સથી સ્કેન કરીને એડિટેબલ ટેક્સ્ટમાં ફેરવવાની બાબતમાં ગૂગલની લેન્સ સર્વિસે ખાસ્સી માસ્ટરી કેળવી લીધી છે. પરંતુ હાથે લખાયેલા અક્ષરો ઉકેલવામાં તેને હજી એટલી ફાવટ નથી. એ જોતાં ડોકટરના અક્ષરો ઉકેલવા એ ઘણી મોટી સિદ્ધિ કહેવાય! જોકે આ સર્વિસ એક્ઝેટલી ક્યારે લોન્ચ થશે એ વિશે હજી સ્પષ્ટતા નથી.
આ જ ઇવેન્ટ દરમિયાન ગૂગલ ક્લાઉડ અને ભારતની એપોલો હોસ્પિટલ ચેઇન વચ્ચેના એક જોડાણની પણ જાહેરાત કરવામાં આવી. બંને કંપની સાથે મળીને એક ક્લિનિકલી ઇન્ટેલિજન્ટ પ્લેટફોર્મ વિકસાવશે જેને કારણે ગૂગલ ક્લાઉડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ ટેકનોલોજીની મદદથી સામાન્યથી લઇને ભાગ્યે જ થતી બીમારીઓના રહસ્યો ઉકેલવામાં મદદ મળશે.
આ પણ વાંચો:
Healthy Bone: તમારા બાળકોનાં હાડકાં બનશે મજબુત જો કરશો આ ઉપાય
બાળકોના વિકાસ માટે તેમના હાડકા મજબુત હોય તે ખુબ જરૂરી છે. તેમના હાડકા મજબુત બને તે માટે જરૂરી છે કે તમે બાળકોને પોષક તત્વોથી ભરપુર આહાર આપો. સ્વસ્થ જીવનશૈલી અને પોષકતત્વોથી ભરપુર આહાર બાળકોની ઓવરઓલ હેલ્થ અને ગ્રોથ માટે ખુબ જરૂરી છે. અહીં આપેલી કેટલીક ટિપ્સ અપનાવો અને તમારા બાળકોના હાડકા મજબુત બનાવો. દરેક વ્યક્તિના હાડકા બાળપણ અને કિશોરાવસ્થામાં જ મજબુત બને છે. આ દરમિયાન હાડકાનું ઘનત્વ ઝડપથી વિકસે છે. જ્યારે બાળકો 18થી 25 વર્ષના થઇ જાય ત્યારે હાડકાંઓનું ઘનત્વ વધવાનું બંધ થઇ જાય છે, કેમકે 90 ટકા હાડકા પહેલા વિકસી ચુક્યા હોય છે. આવા સંજોગોમાં જે પેરેન્ટ્સ પોતાના બાળકોનો શારિરીક અને માનસિક વિકાસ ઇચ્છતા હોય તેમણે બાળકોની હેલ્થ પર પહેલેથી જ ધ્યાન આપવુ જોઇએ.