Grain For Weight Loss: વજન ઓછું કરવા માટે આપને લોટ બદલવાની જરૂર છે. મલ્ટીગ્રેઇન, બાજરા, જવ,રાગીથી બનેલી રોટલી વજન ઓછું કરવામાં મદદરૂપ થાય છે.


 Weight Loss Roti: વજન ઓછું કરવાના ચક્કરમાં કેટલાક લોકો ડાયટમાંથી રોટલીને દૂર કરી દે છે. લોકોને લાગે છે ઘઉંના કારણે વજન વધે છે. જો કે વજન ઉતારવા માટે આપને રોટલી બંધ કરવાની જરૂર નથી પરંતુ માત્ર લોટ બદલવાની જરૂર છે. તેનાથી આપનું વજન પણ નિયંત્રણમાં રહે છે અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક રહે છે.


 બાજરાના રોટલા
વજન ઓછું કરવા માટે આપ ડાયટમાં બાજરાના રોટલાને સામેલ કરી શકો છો. તેમાં 97 કેલોરી રહે છે અને તેનાથી લાંબો સમય સુધી ભૂખ નથી લાગતી. તેનાથી બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે અને ગૂડ કોલેસ્ટ્રોલ વધે છે.


મલ્ટીગ્રેઇન 
ડાયટમાં ઘઊંની જગ્યાએ મલ્ટીગ્રેઇન લોટ પસંદ કરી શકાય. તે પોષ્ટિક છે, તેનાથી વજન ઓછું થવામાં પણ મદદ મળે છે. બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે.


ચોકરની રોટલી
ઘઉંના લોટમાં ચોકર નીકળે છે. તેને ચાણીને ઉપયોગમાં લઇ શકાય છે. તેનાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે અને વજન પણ ઘટાડી શકાય છે. તેમાં પોટેશ્યિમ, ફોરસ્ફોરસ, કેલ્શિયમ, મેગ્નેશ્યિમ, વિટામિન –ટી બી, કોમ્પલેક્સ હોય છે. તેનાથી બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે અને ગૂડ કોલેસ્ટ્રોલ વધે છે. વજન પણ નિયંત્રિત કરી શકાય છે.


 ચણાની રોટલી
મેદસ્વીતાને દૂર કરવા માટે ઘઉંની જગ્યાએ ચણાના લોટની બનેલી રોટલી પણ ડાયટમાં સામેલ કરી શકાય છે. ચણાની રોટલી માટે 10 કિલો ચણામાં 2 કિલો જવ મિક્સ કરીને લોટ તૈયાર કરો. આ બંને અનાજને મિક્સ કરીને તેના લોટથી બનાવેલી રોટલી સ્વાસ્થ્યવર્ધક સાબિત થશે. તેનાથી વજન ઝડપથી ઘટી જશે. . તેનાથી બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે અને ગૂડ કોલેસ્ટ્રોલ વધે છે. વજન પણ નિયંત્રિત કરી શકાય છે.


Weight loss tips:  જો આપ ડાયટિંગ પર છો, તો આ ઓછા સુગરવાળા ફળોને ડાયટમાં કરો સામેલ


 Health Tips:ભલે ફળમાં રહેલા શુગર ચિંતાનો વિષય ન હોય. જો કે આપ ડાયટિંગ કરતા હો અને ફળો અને સલાડ વધુ લેતા હો તો ક્યાં ફળોમાં વધુ શુગર છે તે જાણવું જરૂરી છે


ભલે ફળમાં રહેલા શુગર ચિંતાનો વિષય ન હોય.જો કે તેની દૈનિક કેલેરીના સેવનમાં  ગણતરી થાય છે. ડાયાબિટિસના દર્દી અને વજન ઓછી કરવા ઇચ્છતા લોકો માટે ઓછી અને વધુ શુગરના ફળોનો તફાવત જાણવો આ જરૂરી છે.


વધુ શુગરવાળા ફળો


કેરી


કેરીને ફળોનો રાજા કહેવાય છે. કેરી એવું ફળ છે. જે સૌ કોઇનું પસંદગીનું છે. ભાગ્યે જ કેરીને કોઇ નાપસંદ કરે છે.મધ્યમ આકારાની એક કેરીના ફળમાં 45 ગ્રામ શુગરની માત્રા હોય છે. તેથી જો આપ વજન ઉતારવા માંગતો હોતો કેરીને અવોઇડ કરો.


અંગૂર


એક કપ અંગુરમાં 23 ગ્રામ શુગર હોય છે. તેથી જો આપ વજન ઉતારવા માંગતો હો તો અંગુરીની માત્રાને ડાયટમાં ઘટાડી દેવી હિતાવહ છે. અંગુરના ટૂકડ઼ા કરી તેની સ્મૂધી બનાવી આપ તેના ટેસ્ટની લિજ્જત માણી શકો છો.


કેળાં


કેળું ઉર્જાનો ખજાનો છે. મધ્યમ આકારના કેળામાં 14 ગ્રામ શુગર હોય છે. આપ એક કેળું સવારે લઇ શકો છો.એક કેળામાં 14 ગ્રામ શુગર હોય છે.


નાશપાતી


એક મધ્યમ આકારના નાશપાતીમાં 17 ગ્રામ શુગર હોય છે. જો આપ શુગર ઓછી લેવા ઇચ્છતા હો તો નાશપાતીના થોડા ટુકડાને યોગાર્ટમાં મિકસ કરીને લઇ શકો છો.


ઓછી શુગરવાળા ફળો


જામફળમાં શુગરની માત્રા ઓછી હોય છે. જામફળમાં શુગર 5 ગ્રામ અને 3 ગ્રામ ફાઇબર હોય છે.  વધુ ફાઇબર મેળવા માટે છાલ સહિત જામફળ ખાવાનો આગ્રહ રાખો, આપ તેને સ્મૂધી સ્નેકમા પણ સામેલ કરી શકો છો,


પપૈયુ


પપૈયાના એક ટૂકડાંમાં શુગરની માત્રા 6 ગ્રામ હોય છે. આપ તેમાં લીંબુ નીચોવીને તેનો સ્વાદ માણી શકો છો, આપ તેમાં સમુદ્ર નમક અને યોગાર્ટમાં મિક્સ કરીને પણ લઇ શકો છો. 


 


Disclaimer: એબીપી ન્યૂઝ આ લેખમાં ઉલ્લેખિત પદ્ધતિઓ,  અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને ફક્ત સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા નિષ્ણાંતની સલાહ અવશ્ય લો..