Health Tips: આપણને બધાને હેડકી આવે છે અને તેનું આવવું પણ સામાન્ય બાબત છે. જો કે તે થોડીવારમાં તે આપોઆપ બંધ થઇ જાય છે.  પરંતુ જો લાંબા સમય સુધી તે બંધ ન થાય તો પરેશાની બની જાય છે


આપણને બધાને હેડકી આવે છે અને તેનું આવવું પણ સામાન્ય બાબત છે. જો કે તે થોડીવારમાં આપોઆપ બંધ થઇ જાય છે. . પરંતુ ક્યારેક આ હિચકી આપણને ખૂબ પરેશાની કારણ બની જાય છે.  આવી સ્થિતિમાં તમે કેટલાક ઉપાયો અપનાવીને આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. ચાલો અહીં જણાવીએ કે જ્યારે તમને વારંવાર હેડકી આવતી હોય ત્યારે શું કરવું.


હેડકીથી આ રીતે છુટકારો મેળવો


પાણી પીવું
શ્વાસ લેવાની વચ્ચે રોકાયા વિના ધીમે ધીમે એક ગ્લાસ પાણી પીવો. આ સૌથી જૂની યુક્તિ છે જેનો આપણે યુગોથી ઉપયોગ કરીએ છીએ, કારણ કે તે અદ્ભુત રીતે કામ કરે છે. જ્યારે તમે આ રીતે ધીમે ધીમે પાણી પીશો તો હેડકીની સમસ્યાથી રાહત મળશે.


શ્વાસ રોકો
 થોડીવાર માટે તમારા શ્વાસને રોકો. આમ કરવાથી પણ  હેડકી બંધ થઈ જશે.


એક ચમચી ખાંડ ખાઓ
 આજ પછી આ તમારી મનપસંદ ટ્રીક બની જશે. હા, જો તમને હેડકી આવતી હોય તો અડધી ચમચી ખાંડ જીભ પર રાખો.. ધીરે ધીરે તે ગળી જશે અને હેડકી પણ બંધ થઇ જશે. 


બરફના પાણીથી ગાર્ગલ કરો
 30 સેકન્ડ માટે બરફના પાણીથી ગાર્ગલ કરો. તેનાથી હેડકીમાંથી  બહુ ઝડપથી રાહત મળે છે.


જીભને હળવેથી ખેંચો
આ તમને થોડું  વિચિત્ર લાગશે પરંતુ આ યુક્તિ ખરેખર કામ કરે છે. આ માટે તમારી જીભને એક કે બે વાર હળવા હાથે ખેંચો. આવી સ્થિતિમાં, જો તમને હેડકી આવી રહી છે, તો તમે આ યુક્તિનો ઉપયોગ કરી શકો છો.


પેપર બેગમાં શ્વાસ લો
આપના  મોં પર પેપર બેગ મૂકો. તમારા નાકને પણ ઢાંકો. હવે શ્વાસ અંદર અને બહાર લેતી વખતે ધીમે ધીમે પેપર બેગને ફુલાવો. આમ કરવાથી હેડકીથી છુટકારો મેળવી શકાય છે