Peeling Fruits Disadvantage : શરીરને પોષક તત્વો આપવા માટે, દરરોજ ફળો અને શાકભાજી ખાવાની સલાહ આપવામાં આવે છે. મોસમી ફળો પોષક તત્વોનો ભંડાર છે. કેટલાક ફળો એન્ટીઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર હોય છે. તેઓ તમારા શરીરને ગંભીર રોગોથી સુરક્ષિત રાખે છે. ઘણા સંશોધનોમાં જાણવા મળ્યું છે કે, કેટલાક ફળોના મોટાભાગના પોષક મૂલ્ય તેમની છાલમાં હોય છે. આવી સ્થિતિમાં જો આ ફળોની છાલ ઉતાર્યા પછી ખાવામાં આવે (Peeling Fruits Disadvantage) તો એટલો ફાયદો થતો નથી. નિષ્ણાતો માને છે કે ફળો ખાવા  જરૂરી  છે પરંતુ તેની સાથે કેવી રીતે અને ક્યા સમયે ખાવા તે જાણવું પણ જરૂરી છે.


 આ સમયે ભૂલથી પણ  ન ખાઓ ફળો


ફળોનું મહત્તમ પોષણ મૂલ્ય મેળવવા માટે, યોગ્ય સમયે અને યોગ્ય રીતે ખાવું વધુ સારું રહે છે. ઘણા અભ્યાસોમાં એવું પણ જાણવા મળ્યું છે કે, જ્યારે પણ સૂર્યાસ્ત થાય છે, તેના પછી ફળો ખાવાનું ટાળવું જોઈએ. આનાથી મેટાબોલિઝમ પ્રભાવિત થઈ શકે છે


આ ફળોની છાલ કાઢીને ક્યારેય ખાશો નહીં


એપલ


જે ફળોની છાલ ન ઉતારવી જોઇએ. તેમાં સફરજનનું નામ સૌથી પહેલા આવે છે. સફરજનની છાલમાં ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે. આ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે સફરજનની છાલ ઉતાર્યા  વિના  ખાઓ છો, તો તમને 332% વધુ વિટામિન K, 142% વધુ વિટામિન-A, 115% વધુ વિટામિન-C, 20% વધુ કેલ્શિયમ અને 19% વધુ પોટેશિયમ મળે છે.


કેરી


ઉનાળાની ઋતુમાં કેરી પુષ્કળ પ્રમાણમાં મળે છે. કાચી અને પાકી કેરી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. કેરીને છાલ સાથે સાથે  ખાવાથી અનેક ફાયદા થાય છે. કેરીની છાલ મેન્ગીફેરીન, નોરેથિરોલ અને રેઝવેરાટ્રોલ જેવા શક્તિશાળી એન્ટીઑકિસડન્ટથી સમૃદ્ધ છે. આ બધા ફેફસાં, કોલોન, સ્તન, મગજ અને કરોડરજ્જુના કેન્સર અને અન્ય ગંભીર રોગોનું જોખમ ઘટાડવાની ક્ષમતા છે.


નારંગી


નારંગી વિટામિન-સીનો સારો સ્ત્રોત છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આ એક ઉત્તમ ફળ છે. વિટામિન-સી તમને ઘણા પ્રકારના ચેપથી પણ સુરક્ષિત રાખે છે. નારંગીના ફળ કરતાં તેની છાલમાં વધુ વિટામિન સી જોવા મળે છે. નારંગીની છાલ રિબોફ્લેવિન, વિટામિન બી6, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમના સારા સ્ત્રોત છે.


કાકડી


ઉનાળામાં કાકડીનું પણ ખૂબ સેવન કરવામાં આવે છે. પરંતુ કાકડી ખાતા પહેલા તેની છાલ ઉતારવી જોઈએ નહીં. ઘણા અભ્યાસો સૂચવે છે કે કાકડીની છાલ ફાયદાકારક છે. આ છાલમાં એન્ટીઓક્સીડેન્ટ, ફાઈબર, પોટેશિયમ મળી આવે છે. તેમાં વિટામિન K પણ મોટી માત્રામાં જોવા મળે છે. હાઇડ્રેશન સુધારવામાં  કાકડીનો કોઇ તોડ નથી.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા  કોઈપણ પ્રકારની  માહિતી, ઉપાય, કે સારવાર પદ્ધતિની  પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા પર  કાર્ય કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો