Anti Ageing Food:જો આપ વધતી જતી  ઉંમરની અસરને ઓછી કરવા માટે આપ  કેટલીક બાબતોનું પણ ધ્યાન રાખવું પડશે. ખાસ કરીને ખાદ્ય પદાર્થો પર. જી હા. આપની આહાર શૈલીની અસર આપની ત્વચા પર પડે છે.  દરેક વ્યક્તિ તેની ઉંમર કરતા નાની દેખાવા માંગે છે. જેના માટે તે પોતાના શ્રેષ્ઠ પ્રયાસો કરે છે. પછી તે કસરત હોય કે તમારી ખાવાની ટેવ. દરેક વસ્તુમાં પરિવર્તન શક્ય છે, તો શા માટે ખાવાની કેટલીક એવી બાબતો પર ધ્યાન ન આપો જેનાથી તમે તમારી ઉંમર કરતા વધુ યુવાન અને સુંદર દેખાશો. તો ચાલો જાણીએ કઈ કઈ વસ્તુઓથી તમારે અંતર રાખવું જોઈએ.


જો કે, તમારે એક વાત જાણવી જોઈએ કે વૃદ્ધત્વ એ એક કુદરતી પ્રક્રિયા છે જે તમને અમુક સમયે અસર કરી શકે છે. પરંતુ તેનો અર્થ એ નથી કે તમે વૃદ્ધત્વ પ્રક્રિયાને ધીમી કરી શકતા નથી. તેની અસરને મોટાભાગે અંશે નિયંત્રિત કરી શકાય છે.


 તળેલી વસ્તુઓથી રાખો અંત્તર


તળેલી વસ્તુઓ ખાવાથી ફ્રી રેડિકલ નીકળે છે. જે સ્કિન સેલને નુકસાન પહોંચાડે છે. જે ત્વચાની ઇલેક્ટિસિટીને ઓછું કરી છે. જેથી આપ તળેલી વસ્તુઓ ખાવાનું અવોડઇ કરવું જોઇએ.


સફેદ ખાંડ ન લો


વધુ ખાંડ ખાવાથી કોલેજન હાનિકારક ઇજીઇનું યોગદાન થઇ શકે છે. તેની અધિક માત્રા સ્કિનની સમસ્યા વધારી શકે છે. તેની જગ્યાએ આપ મીઠામાં ડાર્ક ચોકલેટ ફળ ખાઇ શકો છો.


પ્રોસેસ્ડ મીટ


બેકન સોસેજ અને  પેપરોની પ્રોસેસ્ડ મીટ છે, તેનાથી આપણે બચવું જોઇએ.આ બધા જ પદાર્થ સ્કિનથી પાણીને ઓછું કરી દે છે અને સ્કિન પરના સોજોનું કારણ પણ બને છે.


શરાબ


વધુ ડ્રિન્ક  કરવાથી પણ ત્વચાને નુકસાન થાય છે. જેના કારણે ત્વચા પર કરચલીઓ, સોજા, લાલિમા સામેલ  છે.


સફેદ બ્રેડ


તે ઉચ્ચ ગ્લાયકેમિક ઇન્ડેક્સ ધરાવે છે, જે શરીરમાં સોજાનું  કારણ બને છે, જે પછીથી સ્વાસ્થ્ય સમસ્યાઓ વધારી શકે છે. તે વૃદ્ધત્વ પ્રક્રિયાને વધુ ઝડપીને અસરકારક બનાવે છે.


Disclaimer: : આ લેખમાં દર્શાવેલ પદ્ધતિ, પદ્ધતિઓ અને દાવાઓને માત્ર એક સૂચન તરીકે લો, એબીપી અસ્મિતા ન્યૂઝ તેમની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.