Health:જ્યારે તમે રાત્રે  ભરપેટ જમો છો અને  સવારે ઉઠીને  ફરીથી ભૂખ લાગે છે? તો આપનું ગળું એકદમ સૂકાઇ છે તો આ સારા સંકેત નથી.


બ્લડ સુગર લેવલ સાથે સંબંધ છે


ઘણીવાર કેટલાક લોકો સાથે એવું બને છે કે તેઓ સવારે ઉઠતાની સાથે સખત ભૂખ લાગે છે. રાત્રે ભરપેટ જમ્યા બાદ પણ જો સવારે પેટ સાવ ખાલીખમ અનુભવાય અને તીવ્ર ભૂખ લાગે તો આ સારા સંકેત નથી. જો કે આવી સમસ્યાનો સામનો એક નહિ અનેક વ્યક્તિ આ સમસ્યાથી પીડિત  છે.  જ્યારે સવારે પેટ ખાલી હોય છે, ત્યારે વ્યક્તિ થાક અને નબળાઈ અનુભવે છે. આવું થવા પાછળ ઘણા વૈજ્ઞાનિક કારણો છે.  બ્લડ શુગર લેવલ અને હોર્મોન્સમાં વધઘટ ભૂખ લાગવાનું કારણ છે.


સવારે ઉઠ્યા પછી ભૂખ લાગવાના કારણો


જ્યારે તમે રાત્રે ખોરાક લો છો.ત્યારે લોહીમાં શુગર લેવલ અચાનક ઝડપથી વધી જાય છે. પરંતુ થોડા સમય પછી, તે ધીમે ધીમે ઘટવા લાગે છે કારણ કે ખોરાક પચી જાય છે. શુગર લેવલ ઘટતાં જ ભૂખ પાછી  લાગે છે. જો તમે રાત્રે તમારા ડિનરમાં વધુ પડતું મીઠું ખાઓ છો, તો તમારું શરીર ડિહાઇડ્રેટ થવા લાગે છે. જેના કારણે તરસ વધુ લાગે છે અને ભૂખ પણ લાગે છે.


સવારે ઉઠતાની સાથે જ તમારે 2 ગ્લાસ પાણી પીવું જોઈએ.


'જર્નલ ન્યુટ્રિએન્ટ્સ'ના એક રિપોર્ટ અનુસાર, રાત્રે ડિનર ખાધા પછી સ્વાદુપિંડમાં વધુ ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય છે. વધુ પડતું ઇન્સ્યુલિન લોહીમાં સુગર લેવલ ઘટાડે છે.  જો તમે રાત્રે ખૂબ જ સોડિયમ ખાઓ છો, તો તમારું શરીર ડીહાઇડ્રેટ થવા લાગે છે. જે આગળ ભૂખમાં ફેરવાય છે. સવારે ઉઠતાની સાથે જ તમારે ઓછામાં ઓછું 2 ગ્લાસ પાણી પીવું જોઈએ.


રાત્રે વહેલું ખાવું શા માટે મહત્વનું છે?


સવારે ઉઠ્યા પછી ભૂખ લાગવી એ કોઈ બીમારી નથી પરંતુ તેનું વૈજ્ઞાનિક કારણ છે. સવારે ઉઠતાની સાથે જ ભૂખ ન લાગે તે માટે તમારે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સૌથી પહેલા તો મોડી રાત્રે ભોજન ન કરવું. જો તમને આવી આદત હોય તો તેને સંપૂર્ણપણે છોડી દો. કારણ કે તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી છે. તમારે સૂવાના 2 કલાક પહેલા ખોરાક લેવો જોઈએ. આનાથી તમારો ખોરાક સરળતાથી પચી જાય છે. આનાથી તમને સવારે ઉઠતાની સાથે જ ભૂખ લાગવાની સમસ્યા નહીં થાય.


ખોરાક ખાધા પછી અડધો કલાક ચાલવું જોઈએ. જમ્યા પછી ચાલવાથી ખોરાક સરળતાથી પચી જાય છે. તે તમારી પાચન તંત્ર માટે પણ ખૂબ સારું છે. તમારે રાત્રે વહેલા ખાવાનો પ્રયત્ન કરવો જોઈએ, આ તમારા પાચન સાથે સંબંધિત સમસ્યાઓથી બચશે.